° °

આજનું ઇ-પેપર
Monday, 17 January, 2022


માણસોમાંથી પ્રાણીઓને કોરોનાનો ચેપ લાગે છે ત્યારે નવો વેરિઅન્ટ સર્જાઈ શકે

06 December, 2021 08:53 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

ઓમાઇક્રોન વેરિઅન્ટ ઉંદરમાં ઇવૉલ્વ થયો હોઈ શકે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

કોરોનાના નવા વેરિઅન્ટ ઓમાઇક્રોનના કેસ વધ્યા છે અને એની સાથે ચિંતા પણ વધી છે. આવી સ્થિતિમાં એક નવા સ્ટડીનાં તારણો 
પરથી ખ્યાલ આવે છે કે જ્યારે માણસોમાંથી પ્રાણીઓને કોરોનાનો ચેપ લાગે છે ત્યારે કોરોનાનો નવો વેરિઅન્ટ ઇવોલ્વ થઈ શકે છે. 
અમેરિકાની કૉલેજ ઑફ વેટરિનરી મેડિસિન અૅન્ડ બાયોમેડિકલ સાયન્સિસે બિલાડી, કૂતરાં, ફ્રેટ્સ અને હમ્પસ્ટર્સ સંક્રમિત થયાં બાદ આ વાઇરસમાં થતાં મ્યુટેશનના પ્રકારોનું સિસ્ટેમેટિકલી એનાલિસિસ કર્યું હતું. આ સ્ટડી નૅશનલ અૅકૅડમી ઑફ સાયન્સિસના ઑફિશિયલ જર્નલમાં પ્રસિદ્ધ થયો છે. પાળેલાં, જંગલી અને ઝૂનાં જુદાં-જુદાં પ્રાણીઓમાં કોરોનાના કેસ આવતાં કન્ફર્મ થયું છે કે માણસોમાંથી પ્રાણીઓમાં અને પ્રાણીઓમાંથી માણસોને ચેપ લાગે છે, જે મોટા ભાગના વાઇરસમાં ભાગ્યે જ બને છે. 
સાયન્ટિસ્ટ્સે સૌપ્રથમ લૅબોરેટરીમાં ઉગાડવામાં આવેલા સેલ્સમાં કોરોનાનાં હ્યુમન સૅમ્પલ ઉમેર્યાં એ પછી આ વાઇરસ પાલતું પ્રાણીઓના શરીરમાં નાખવામાં આવ્યો. ઇન્ફેક્શન પછી આ પ્રાણીઓના નેસલ પેસેજમાંથી આ વાઇરસનાં સૅમ્પલ્સ લેવામાં આવ્યાં હતાં, જેમાં જોવા મળ્યું હતું કે જુદાં-જુદાં પ્રાણીમાં વાઇરસનાં જુદાં-જુદાં મ્યુટેશન્સ થયાં હતાં. 
બે બિલાડીઓ કોરોના પૉઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવી અને સંક્રમિત થઈ તો એ પછી સ્પષ્ટ થયું કે જ્યારે કોરોના નવી પ્રજાતિનાં પ્રાણીમાં જાય છે તો એની સાથે જ નવા વેરિઅન્ટને પ્રોડ્યુસ કરવાની શક્યતા રહે છે. આ સાયન્ટિસ્ટ્સ જણાવે છે કે જે પ્રાણી કોરોનાના ઇન્ફેક્શનને સારી રીતે સપોર્ટ આપે છે એમાં સારી રીતે વાઇરસ મ્યુટન્ટ થાય છે અને એ સારી રીતે એને પાસ કરે છે.
આ ટીમે બિલાડીઓ પર વધુ ફોકસ કર્યું હતું, કેમ કે તેમને માણસોથી ચેપ લાગ્યો હોવાની અને આ વાઇરસના વેરિઅન્ટ્સ પ્રોડ્યુસ કરવાની વધુ શક્યતા તેઓ જોઈ રહ્યા છે. 

ઓમાઇક્રોન વેરિઅન્ટ ઉંદરમાં ઇવૉલ્વ થયો હોઈ શકે

કેટલાક સાયન્ટિસ્ટ્સનું એમ પણ માનવું છે કે ઓમાઇક્રોન વેરિઅન્ટ ઉંદરમાં ઇવૉલ્વ થયો હોઈ શકે છે. આ થિયરી અનુસાર આ અૅનિમલને કોરોના થયો હશે, એ પછી એમાં અનેક મ્યુટેશન્સ થયાં હશે અને આ વાઇરસના નવા વેરિઅન્ટનો ચેપ ફરી પાછો માણસોને લાગ્યો હશે. આ થિયરીના સમર્થનમાં કહેવામાં આવી રહ્યું છે કે ઓમાઇક્રોનના સાત મ્યુટેશન્સથી ઉંદરો સંક્રમિત થાય છે. વળી ઓમાઇક્રોનમાં એવાં મ્યુટેશન્સ જોવા મળ્યાં છે કે જે કોરોનાના અન્ય વેરિઅન્ટ્સમાં જોવા મળ્યાં નથી.

06 December, 2021 08:53 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ઈન્ટરનેશનલ સમાચાર

કોરોના વાયરસનો સંપૂર્ણપણે અંત આવશે નહીં: WHO

દેશભરમાં મૃત્યુઆંક 320,634 થયો છે.

16 January, 2022 07:03 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ઈન્ટરનેશનલ સમાચાર

અમેરિકામાં ઑનલાઇન પાર્સલ લોકો સુધી પહોંચે એ પહેલાં જ ટ્રેનમાંથી ચોરાઈ જાય છે

જેઓ ટ્રેન ટ્રૅક પર રોકાય એટલા સમયનો લાભ લઈને લૂટીને જતા રહે છે

16 January, 2022 09:45 IST | Los Angeles | Gujarati Mid-day Correspondent
ઈન્ટરનેશનલ સમાચાર

તમે કોરોનાથી કેટલા ગંભીર બીમાર પડશો એ નક્કી કરતું જિન શોધવામાં આવ્યું

પોલૅન્ડના સાયન્ટિસ્ટ્સની એક શોધથી કોરોનાનું સૌથી વધુ જોખમ ધરાવતા લોકોની ઓળખ કરવામાં મદદ મળશે

16 January, 2022 09:41 IST | Warsaw | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK