Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > મહારાણી એલિઝાબેથના ઐતિહાસિક રાજકીય સન્માન સાથે કરવામાં આવશે અંતિમ સંસ્કાર

મહારાણી એલિઝાબેથના ઐતિહાસિક રાજકીય સન્માન સાથે કરવામાં આવશે અંતિમ સંસ્કાર

19 September, 2022 03:57 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મહારાણી એલિઝાબેથ 2ના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે, જેમાં ભારતની રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ અને અમેરિકન રાષ્ટ્રપતિ જૉ બાઈડેન સહિત વિશ્વના લગભગ 500 નેતાઓ તેમજ શાહી પરિવારના લોકો સામેલ થશે.

મહારાણી એલિઝાબેથ 2 (ફાઈલ તસવીર)

Queen Elizabeth 2 Funeral

મહારાણી એલિઝાબેથ 2 (ફાઈલ તસવીર)


મહારાણી એલિઝાબેથ દ્વિતીયના (Queen Elizabeth 2) સોમવારે લંડનના (Monday London) વેસ્ટમિંસ્ટર એબેમાં રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર (Funeral) કરવામાં આવશે, જેમાં ભારતની રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ (Indian President Draupadi Murmu) અને અમેરિકન રાષ્ટ્રપતિ જૉ બાઈડેન સહિત વિશ્વના લગભગ 500 નેતાઓ તેમજ શાહી પરિવારના લોકો સામેલ થશે.

70 વર્ષ સુધી રાજગાદી પર આસન્ન મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું આઠ સપ્ટેમ્બરના રોજ બાલ્મોરલ કૈસલ સ્થિત તેમના ઘરે નિધન થઈ ગયું હતું. તેઓ 96 વર્ષનાં હતાં.



મોટી સંખ્યામાં લોકો લંડનમાં શિયાળાની રાતની ચિંતા કર્યા વગર સંસદના વેસ્ટમિંસ્ટર હૉલમાં `લાઇંગ ઇન સ્ટેટ`માં રાખવામાં આવેલા મહારાણીના તાબૂતના અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા. શોક વ્યક્ત કરનારા અંતિમ લોકો સોમવારે સવારે સાડા છ વાગ્યાની થોડીવારમાં જ વેસ્ટમિંસ્ટર ચાલ્યા ગયા હતા. હવે મહારાણીના તાબૂતને વેસ્ટમિંસ્ટર એવેબે લઈ જવામાં આવશે, જ્યાં સ્થાનિક સમયાનુસાર પૂર્વાન્હ 11 વાગ્યે (ભારતીય સમયાનુસાર સાડા ત્રણ વાગ્યે) તેમના અંતિમ સંસ્કાર થવાના છે.


`લાઇંગ ઈન સ્ટેટ`માં રાખવામાં આવેલા મહારાણીના તાબૂતના દર્શન કરનારા અંતિમ વ્યક્તિએ કહ્યું કે, "આ મારા જીવનની સૌથી મહત્વની ક્ષણ" રહેશે.

`રૉયલ ઍર ફૉર્સ`ની અસૈન્ય સભ્ય ક્રિસ્ટીના હીરાએ `ધ ઇન્ડિપેન્ડેન્ટ` સમાચાર પત્ર દ્વારા કહ્યું કે તેમણે તાબૂતને બે વાર જોવાનો નિર્ણય લીધો, `કારણકે આ માટે બહુ ઓછો સમય મળ્યો અને આ ખૂબ જ મહત્વનો રહ્યો.`


દિવંગત બ્રિટિશ મહારાણીના તાબૂતને વેસ્ટમિંસ્ટર હૉલમાંથી સોમવારે વેસ્ટમિંસ્ટર એબે અને અંતે વિંડસર કૈસલ લઈ જવામાં આવશે.

રાષ્ટ્રપતિ મુર્મૂ મહારાણીના અંતિમ સંસ્કારમાં ભાગ લેવા માટે શનિવારે સાંજે અહીં પહોંચ્યાં હતાં. મૂર્મુ સહિત વિશ્વના 500 નેતા અને વિશ્વમાંથી આવેલા શાહી પરિવારના સભ્ય અંતિમ સંસ્કારમાં સામેલ થશે. આ દરમિયાન એબેમાં લગભગ બે હજાર લોકોના એકઠાં થવાની શક્યતા છે.

`ટ્રાન્સપૉર્ટ ફૉર લંડન`એ અનુમાન દર્શાવ્યું કે લંડનમાં રસ્તા પર 10 લાખથી વધારે લોકો ઊભા રહેશે.

આ પણ વાંચો : ક્વીન એલિઝાબેથના આજે અંતિમ સંસ્કાર, વૈશ્વિક નેતાઓનું કિંગ ચાર્લ્સે કર્યું સ્વાગત

અંતિમ સંસ્કાર પહેલા શાહી પરિવારે મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું સોમવારે અંતિમ ચિત્ર જાહેર કર્યું હતું, જેમાં તે સામાન્ય બ્લૂ કલરના વસ્ત્રમાં પોતાના ચિર પરિચિત અંદાજમાં સ્માઈલ આપતાં જોવા મળે છે. 

મહારાણીના તાબૂતને ઘાડાવાળી તોપગાડીથી કાઢવામાં આવશે અને પછી રાજકીય શવવાહનથી વિંડસર પેલેસ સુધી લઈ જવામાં આવશે. અહીં મહારાણીના શબને તેમના દિવંગત પતિ પ્રિન્સ ફિલિપની કબર નજીક દફન કરવામાં આવશે, જેમનું ગયા વર્ષે નિધન થયું હતું.

આ પણ વાંચો : Queenને અમિતાભ બચ્ચન સહિત આ બૉલિવૂડ સિતારાઓએ આપી શ્રદ્ધાંજલિ, જુઓ તસવીરો

સોમવારે સાર્વજનિક અવકાશની જાહેરાત કરવામાં આવી અને દેશમાં ટીવી તથા ઉદ્યાનો તેમજ સાર્વજનિક સ્થળે મોટા સ્ક્રીનના માધ્યમે અંતિમ સંસ્કારનું સીધું પ્રસારણ કરવામાં આવશે.

લંડનના ઇતિહાસમાં એક દિવસના સૌથી મોટા પોલીસ અભિયાન હેઠળ હજારો પોલીસ અધિકારી ડ્યૂટી પર તૈનાત રહેશે.

Whatsapp-channel Whatsapp-channel

19 September, 2022 03:57 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK