પોલૅન્ડના વિજ્ઞાનીએ કૅનેડાની યુનિવર્સિટી ઑફ બ્રિટિશ કોલમ્બિયા સાથે મળીને આ કૅમલ મિલ્ક હાઇડ્રોજેલ બનાવી છે.
લાઇફમસાલા
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
પોલૅન્ડના ક્રકાઉના વૈજ્ઞાનિકે ઊંટના દૂધમાંથી એક મેડિકલ જેલ બનાવી છે. આ જેલનો ઉપયોગ ક્રૉનિક પેઇન એટલે કે લાંબા સમયનો દુખાવો હોય એને માટે કરી શકાશે. ક્રૉનિક પેઇન એને કહેવાય જે ચોક્કસ સમયમાં સારું ન થાય. મોટા ભાગે ત્રણ મહિનામાં સારું ન થાય એને ક્રૉનિક પેઇન કહેવાય છે. પોલૅન્ડના વિજ્ઞાનીએ કૅનેડાની યુનિવર્સિટી ઑફ બ્રિટિશ કોલમ્બિયા સાથે મળીને આ કૅમલ મિલ્ક હાઇડ્રોજેલ બનાવી છે. ઊંટના દૂધ અને ઘેટાના દૂધમાં બાયોઍક્ટિવ સબસ્ટન્સ હોય છે એથી તે સ્કિન અને ડાયાબેટિક ટ્રીટમેન્ટ માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. ઊંટના દૂધમાં સ્કિન સેલને રીજનરેટ કરવાની ક્ષમતા છે એથી કોઈ પણ ઘાને જલદી સાજો કરવા માટે એ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે તેમ જ આ જેલની મદદથી ઇન્ફેક્શનને પણ અટકાવી શકાશે. હાઇડ્રોજેલમાં ઊંટના દૂધનો સમાવેશ કરવાથી ઘણું ઇમ્પ્રૂવમેન્ટ જોવા મળ્યું છે. આ જેલ ટ્રાયલમાં છે અને એક વાર એ અપ્રૂવ થઈ ગયા બાદ એને દુનિયાભરના લોકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.