Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > નરેન્દ્ર મોદી મૉસ્કો પહોંચ્યાઃ આજે પુતિન સાથે દ્વિપક્ષી ચર્ચા

નરેન્દ્ર મોદી મૉસ્કો પહોંચ્યાઃ આજે પુતિન સાથે દ્વિપક્ષી ચર્ચા

09 July, 2024 12:46 PM IST | Moscow
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ પહેલી વાર અને ત્રીજી વાર સત્તામાં આવ્યા બાદ પહેલી વાર મોદી રશિયાની મુલાકાત લઈ રહ્યા છે

પીએમ મોદી બાળકો સાથે

પીએમ મોદી બાળકો સાથે


વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે સાંજે મૉસ્કો પહોંચ્યા હતા જ્યાં ઍરપોર્ટ પર રશિયાના ફર્સ્ટ ડેપ્યુટી વડા પ્રધાન ડેનિસ માન્તુરોવે તેમનું સ્વાગત કર્યું હતું. આજે તેઓ રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન સાથે લાંબા સમયથી ચાલતા સંબંધોને જાળવી રાખવા અને પશ્ચિમી સુરક્ષા સંબંધોને ગાઢ બનાવવાના મુદ્દે દ્વિપક્ષી ચર્ચા કરશે.


રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ પહેલી વાર અને ત્રીજી વાર સત્તામાં આવ્યા બાદ પહેલી વાર મોદી રશિયાની મુલાકાત લઈ રહ્યા છે. મોદી છેલ્લે ૨૦૧૯માં રશિયાની મુલાકાતે ગયા હતા.



મૉસ્કો ઊતર્યા બાદ મોદીએ કહ્યું હતું કે હું અમારાં રાષ્ટ્રો વચ્ચે વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે આતુર છું. બીજી તરફ ભારતથી નીકળતાં પહેલાં મોદીએ કહ્યું હતું કે ‘હું મારા મિત્ર પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય સહયોગનાં તમામ પાસાંઓની સમીક્ષા કરવા અને વિવિધ ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર દૃષ્ટિકોણ શૅર કરવા આતુર છું. અમે શાંતિપૂર્ણ અને સ્થિર પ્રદેશ માટે સહાયક ભૂમિકા ભજવવા માગીએ છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

09 July, 2024 12:46 PM IST | Moscow | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK