° °

આજનું ઇ-પેપર
Saturday, 20 August, 2022


અજમાનમાં કોરોનાના દરદીના બે વખત સંપર્કમાં આવવા બદલ દંડ

14 January, 2022 10:30 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અજમાન અમિરાતમાં સરકારી-કર્મચારીઓને ચેતવણી આપવામાં આવી છે કે જો તેઓ કોરોનાથી સંક્રમિત વ્યક્તિના બીજી વખત સંપર્કમાં આવશે તો તેમને દંડ કરવામાં આવશે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

દુબઈ : (એ.પી.) અજમાન અમિરાતમાં સરકારી-કર્મચારીઓને ચેતવણી આપવામાં આવી છે કે જો તેઓ કોરોનાથી સંક્રમિત વ્યક્તિના બીજી વખત સંપર્કમાં આવશે તો તેમને દંડ કરવામાં આવશે. તેમના વેતનમાં કાપ મૂકવામાં આવશે. સ્થાનિક મીડિયાએ એમ પણ જણાવ્યું હતું કે અજમાનમાં કોઈ સરકારી-કર્મચારી ઑફિસ કે ઘરની બહાર બીજી વખત સંક્રમિત વ્યક્તિના ક્લૉઝ કૉન્ટેક્ટમાં આવશે તો તેને ક્વૉરન્ટીન થવા માટે પેઇડ સિક લીવ આપવામાં નહીં આવે. અજમાનના માનવ સંસાધન વિકાસ વિભાગે સરકારી-કર્મચારીઓએ શું ન કરવું જોઈએ એનું એક લિસ્ટ જાહેર કર્યું છે, જે કરવાથી એક દિવસથી દસ દિવસની સૅલેરીના કાપની વાત કહેવામાં આવી છે.

14 January, 2022 10:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ઈન્ટરનેશનલ સમાચાર

મંકીપોક્સનો અનોખો કેસ આવ્યો સામે, માણસના સંપર્કમાં આવવાથી કુતરો થયો સંક્રમિત

મંકીપોક્સને લઈને દુનિયાભરના લોકોમાં ગભરાટ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, આ વર્ષે અત્યાર સુધીમાં 80 દેશોમાં 20 હજારથી વધુ કેસ નોંધાયા છે.

18 August, 2022 12:27 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઈન્ટરનેશનલ સમાચાર

પાકિસ્તાનના પંજાબમાં બસ અને ટેન્કર વચ્ચે ટક્કર, 20 લોકો જીવતે જીવતા સળગી ગયા

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં મંગળવારે એક ગોઝારો એકસ્માત થયો હતો. જેમાં 20 લોકોના મોત થયા છે. મળતી માહિતી પ્રમાણે લાહોરમાં આશરે 350 કિલોમીટર દૂર મુલ્તાનમાં એક મોટરવે પર એક યાત્રી બસ અને તેલ ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.

16 August, 2022 05:36 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઈન્ટરનેશનલ સમાચાર

UKએ અપડેટેડ મોર્ડના રસીને આપી મંજૂરી, ઓમિક્રોન વેરિયન્ટ સામે છે રાણબાણ 

યુકેના ડ્રગ રેગ્યુલેટરે સોમવારે જણાવ્યું હતું કે તેણે કોરોનાવાયરસ સામે અપડેટ કરેલી આધુનિક રસીને મંજૂરી આપી છે. તે Omicron વેરિયન્ટ્સ તેમજ વાયરસના મૂળ સ્વરૂપ પર અસરકારક સાબિત થયું છે.

15 August, 2022 05:37 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK