Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > અમેરિકામાં વૅક્સિનના દોઢ કરોડ ડોઝ નકામા

અમેરિકામાં વૅક્સિનના દોઢ કરોડ ડોઝ નકામા

02 April, 2021 05:09 PM IST | New York
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જૉનસન ઍન્ડ જૉનસન કંપનીએ રસી બનાવતી વખતે એમાં ભૂલથી ઍસ્ટ્રાઝેનેકાની રસીમાં વપરાતું દ્રવ્ય નાખી દીધું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અમેરિકાના બાલ્ટીમોર ખાતેના જૉનસન ઍન્ડ જૉનસન ફાર્માસ્યુટિકલ કંપનીના મૅન્યુફૅક્ચરિંગ પ્લાન્ટમાં ગરબડને કારણે કોવિડ વિરોધી રસીના દોઢ કરોડ ડોઝ નકામા ગયા હોવાનું સ્થાનિક પ્રસાર માધ્યમોએ જણાવ્યું હતું. એ પ્લાન્ટ ઇમર્જન્ટ બાયોસૉલ્યુશન્સ ચલાવે છે. બાલ્ટીમોરના એ સ્થળે જૉનસન ઍન્ડ જૉનનની ઍન્ટિ કોવિડ વૅક્સિન માટેની દવાનું ઉત્પાદન કરવામાં આવતું હોવાનું સરકારી સૂત્રોએ જણાવ્યું હતું.

ગરબડ કે ખામીને કારણે બાલ્ટીમોરના કારખાનામાં ઉત્પાદનને અધિકૃત તરીકેનું પ્રમાણ આપવામાં વિલંબ થઈ રહ્યો છે. એ પ્લાન્ટમાં ખામી કે ગરબડની તપાસ અમેરિકાના ફૂડ ઍન્ડ ડ્રગ્સ ઍડ્‍મિનિસ્ટ્રેશનના અધિકારીઓ કરી રહ્યા છે. ઇમર્જન્ટ બાયોસૉલ્યુશન્સ કંપની ઍસ્ટ્રાઝેનેકા કંપનીની પણ મૅન્યુફૅક્ચરિંગ પાર્ટનર છે. ઍસ્ટ્રાઝેનેકા કંપનીની ઍન્ટિ કોવિડ વૅક્સિનને અમેરિકામાં માન્યતા આપવામાં આવી નથી. ‘માનવીય ભૂલ’ને કારણે ‘ઘટક દ્રવ્ય’ ભેળવવામાં એટલે કે ‘ઇન્ગ્રેડિયન્ટ મિક્સ અપ’માં ગરબડ થઈ હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. કર્મચારીઓએ જૉનસન ઍન્ડ જૉનસનની વૅક્સિન બનાવતી વખતે એમાં ઍસ્ટ્રાઝેનેકામાં વપરાતું દ્રવ્ય ભૂલથી નાખી દીધું હતું.



હાલ અમેરિકામાં જૉનસન ઍન્ડ જૉનસનની વૅક્સિન્સના જે ડોઝની ડિલિવરી અને વપરાશ ચાલે છે, એમાં કોઈ વાંધા કે ખામીઓની ફરિયાદો મળી નથી.


Whatsapp-channel Whatsapp-channel

02 April, 2021 05:09 PM IST | New York | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK