Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ટ્‍‍‍વિન્સ બહેનો જોડિયા ભાઈઓને પરણી, પરિવારમાં પ્રથમ સંતાનનું થયું આગમન

ટ્‍‍‍વિન્સ બહેનો જોડિયા ભાઈઓને પરણી, પરિવારમાં પ્રથમ સંતાનનું થયું આગમન

01 April, 2021 08:21 AM IST | Virginia
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચારેય જણ એક જ ઘરમાં રહે છે

ટ્‍‍‍વિન્સ બહેનો જોડિયા ભાઈઓને પરણી

ટ્‍‍‍વિન્સ બહેનો જોડિયા ભાઈઓને પરણી


‍અમેરિકાના વર્જિનિયામાં બ્રિટની ડિયેન અને બ્રિયાના ડિયેન જોડિયા હમશકલ બહેનો છે. એ બહેનો જોડિયા હમશકલ ભાઈઓ જોશ સ્લેયર્સ અને જેરેમી સ્લેયર્સને પરણી છે. બન્ને દંપતીની ઉંમર ૩૩ વર્ષની આસપાસ છે. ચારેય જણ એક જ ઘરમાં રહે છે. ગયા વર્ષે બ્રિટની અને બ્રિયાના બન્ને ગર્ભવતી થઈ હતી. જોકે બન્નેની ઇચ્છા એક જ દિવસે ગર્ભધાન થાય અને એક જ દિવસે સંતાનનો જન્મ થાય એવી હતી. એક જ દિવસે ટ્વિન્સ જન્મે એવું તેઓ ઇચ્છતાં હતાં, પરંતુ એવું ન બન્યું. હા, બેમાંથી એકના ગુડ ન્યુઝ જરૂર આવ્યા છે.

તાજેતરમાં જ બ્રિટનીએ તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો છે. ગયા વર્ષે અમેરિકાના ઓહાયો સ્ટેટના ટ્વિન્સબર્ગમાં વર્ષ ૨૦૧૮ના ટ્વિન્સ ડે ફેસ્ટિવલમાં બ્રિટની ડિયેન અને બ્રિયાના ડિયેને જોશ સ્લેયર્સ અને જેરેમી સ્લેયર્સ જોડે લગ્ન કર્યાં હતાં. તાજેતરમાં સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરેલા કૉલાજ પિક્ચરમાં બ્રિટની બાળક જોડે અને બ્રિયાના બેબી બમ્પ સાથે છે.


Whatsapp-channel Whatsapp-channel

01 April, 2021 08:21 AM IST | Virginia | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK