° °

આજનું ઇ-પેપર
Thursday, 13 May, 2021


નૉર્વેમાં ૭૭ લોકોની હત્યા કરનાર બ્રેવિકને ૨૧ વર્ષની જેલની સજા

25 August, 2012 09:03 AM IST |

નૉર્વેમાં ૭૭ લોકોની હત્યા કરનાર બ્રેવિકને ૨૧ વર્ષની જેલની સજા

નૉર્વેમાં ૭૭ લોકોની હત્યા કરનાર બ્રેવિકને ૨૧ વર્ષની જેલની સજા

 

 

નૉર્વેમાં ગયા વર્ષે બૉમ્બવિસ્ફોટ અને આડેધડ ગોળીબાર કરીને ૭૭ લોકોને મોતને ઘાટ ઉતારી દેનાર ઍન્ડર્સ બેરિંગ બ્રેવિકને ગઈ કાલે ઑસ્લોની ર્કોટે ૨૧ વર્ષની જેલની સજા ફટકારી હતી. બ્રેવિકે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. ૨૦૧૧ની ૨૨ જુલાઈએ બ્રેવિકે નૉર્વેની રાજધાની ઑસ્લોમાં એક સરકારી ઑફિસની બહાર બૉમ્બવિસ્ફોટ કર્યો હતો, જેમાં આઠ લોકોનાં મોત થયાં હતાં. એ પછી તેણે પોલીસના યુનિફૉર્મમાં ઑસ્લોની નજીક આવેલા ઉટોયો ટાપુ પર લેબર પાર્ટીના યુથ કૅમ્પમાં પહોંચી આડેધડ ગોળીબાર કર્યો હતો, જેમાં ૬૯ લોકોનાં મોત થયાં હતાં. મરનારાઓમાં મોટા ભાગના યુવાનો હતા.

 

૩૩ વર્ષના બ્રેવિકને ઑસ્લો નજીક આવેલી ઇલા જેલમાં રાખવામાં આવશે. નૉર્વેના જેલ-અધિકારીઓએ કહ્યું હતું કે બ્રેવિકને તેના જેલવાસ દરમ્યાન અન્ય કોઈ પણ કેદીને મળવા નહીં દેવાય. એટલા માટે તેને જેલવાસ દરમ્યાન ત્રણ રૂમ આપવામાં આવશે. આ સાથે તેને એક લૅપટૉપ પણ આપવામાં આવશે. જોકે એ ઇન્ટરનેટથી જોડાયેલું નહીં હોય. બ્રેવિકના વકીલોએ કહ્યું હતું કે જેલવાસ દરમ્યાન બ્રેવિક પોતાની વિચારધારા પર આધારિત પુસ્તક લખવાનો છે.

 

ગઈ કાલે ઑસ્લોની ર્કોટે બ્રેવિકને સજા સંભળાવતાં પહેલાં તે માનસિક રીતે સંપૂર્ણ તંદુરસ્ત હોવાનું કહ્યું હતું. બ્રેવિકે પોતાના ગુના બદલ ક્યારેય અફસોસ વ્યક્ત કર્યો નહોતો એટલું જ નહીં, તેણે ફરી વાર પણ હુમલાઓ કરવાની ચેતવણી આપી હતી. ગઈ કાલે ર્કોટરૂમમાં પ્રવેશતાંની સાથે જ તેણે હિટલરની જેમ એક હાથ આગળ કરીને સૅલ્યુટ કરી હતી.

25 August, 2012 09:03 AM IST |

અન્ય લેખો

ઈન્ટરનેશનલ સમાચાર

બિલ ગેટ્સ-મેલિન્ડાના છૂટાછેડામાં મારી કોઈ ભૂમિકા નથી: ઝી શેલી વૅન્ગ

ચીની દુભાષિયા યુવતી ઝી શેલી વૅન્ગે કહ્યું, મારા વિશે કોઈએ અફવા ફેલાવી છે

12 May, 2021 01:13 IST | New York | Gujarati Mid-day Correspondent
ઈન્ટરનેશનલ સમાચાર

હવે બાળકોને પણ કોવિડ વૅક્સિન: અમેરિકામાં ફાઇઝરને મળી મંજૂરી

અમેરિકામાં હવે કોરોના વૅક્સિન બાળકોને પણ લગાવવામાં આવશે. અમેરિકામાં હવે ફાઇઝરની કોવિડ વૅક્સિન ૧૨ વર્ષ સુધીનાં બાળકોને પણ લગાવવામાં આવશે

12 May, 2021 01:57 IST | New York | Agency
ઈન્ટરનેશનલ સમાચાર

રશિયાની સ્કૂલમાં ગોળીબાર : બાળકો સહિત 9નાં મોત

રશિયાના તાતારસ્તાન પ્રાંતના કઝાન શહેરની એક સ્કૂલમાં બે અજાણ્યા માણસોએ કરેલા ગોળીબારમાં બાળકો સહિત ૯ જણ માર્યા ગયા હતા અને ૧૦ જણ ઘાયલ થયા હતા. ઘાયલોમાં ૮ બાળકો અને એક શિક્ષકનો સમાવેશ છે.

12 May, 2021 01:46 IST | Moscow | Agency

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK