Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ન્યુઝ શોર્ટમાં: એક ક્લિકમાં વાંચો દેશ-પરદેશમાં શું ચાલી રહ્યું છે

ન્યુઝ શોર્ટમાં: એક ક્લિકમાં વાંચો દેશ-પરદેશમાં શું ચાલી રહ્યું છે

30 June, 2021 09:34 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઑસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં ફરી લૉકડાઉન તો કેરલામાં સિનિયર સિટિઝનને એક જ દિવસમાં બે ડોઝ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઑસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં ફરી લૉકડાઉન

બ્રિસ્બેન: કોરોનાના નવા વેરિઅન્ટથી સમગ્ર દુનિયા પરેશાન છે, ત્યારે ખાસ કરીને કોરોનાનો ડેલ્ટા વેરિઅન્ટ એશિયાના દેશોમાં મોટું તાંડવ કરી રહ્યો છે. જોકે તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર કોરોનાનો ડેલ્ટા વેરિઅન્ટ ઑસ્ટ્રેલિયામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે.



ઑસ્ટ્રેલિયામાં કોરોનાનો ડેલ્ટા વેરિઅન્ટ હવે મોટી મુસીબત લઈને આવી રહ્યો છે. અંદાજે ૧૦ મિલ્યન ઑસ્ટ્રેલિયન લોકો માટે આ એક મોટી સમસ્યા બનીને આવી રહ્યો છે. જેના કારણે હવે લોકોને લૉકડાઉનમાં રહેવાની ફરજ પડી રહી છે. હવે ઑસ્ટ્રેલિયાનાં બ્રિસ્બેનમાં પણ લૉકડાઉનની જાહેરાત કરી દેવામાં આવી છે. બ્રિસ્બેન, ઑસ્ટ્રેલિયાનું ચોથું શહેર બન્યું છે, જ્યાં લૉકડાઉન લાદવામાં આવ્યુ છે. બ્રિસ્બેનમાં કુલ ત્રણ દિવસનું લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે, જે મંગળવાર સાંજથી શરૂ થશે. જણાવી દઈએ કે ઑસ્ટ્રેલિયામાં બ્રિસ્બેન પહેલાં સિડની, પર્થ અને ડાર્વિનમાં લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.


 

કેરલામાં સિ​નિયર સિટિઝનને એક જ દિવસમાં બે ડોઝ


અલ્લાપુઝા: દેશમાં એક તરફ કોરોના વૅક્સિનની અછત છે તો બીજી તરફ કેરલામાં એક ૬૫ વર્ષની વ્યક્તિને એક જ દિવસે બે ડોઝ આપવામાં આવ્યા હતા. આ ઘટના કરુવત્તામાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બની હતી. હેલ્થ વર્કરના જણાવ્યા પ્રમાણે રસીકરણ માટે બે કાઉન્ટર બનાવાયા હતા. ભાસ્કરન નામની વ્યક્તિએ પહેલા એક કાઉન્ટર પરથી કૉવિશીલ્ડનો એક ડોઝ લીધી બાદ બીજા કાઉન્ટર પરથી બીજો ડોઝ લીધો હતો. હાલ ભાસ્કરનને દેખરેખમાં રાખવામાં આવ્યો છે. એના પરિવારે હેલ્થ સેન્ટર દ્વારા બેદરકારી આચરવામાં આવી હોવાનો આરોપ મૂક્યો છે. ભાસ્કરનને એમ હતું કે બે ડોઝ લેવાના છે તેથી તેણે પણ હા પાડી હતી. વળી હેલ્થ ઑફિસરે એણે પહેલો ડોઝ ક્યારે લીધો એની પૂછપરછ કરી નહોતી.

Whatsapp-channel Whatsapp-channel

30 June, 2021 09:34 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK