° °

આજનું ઇ-પેપર
Saturday, 19 June, 2021


બિલ ગેટ્સના કેસ્કેડ ઇન્વેસ્ટમેન્ટમાંથી મેલિન્ડા ગેટ્સને અબજો ડૉલર મળ્યા

07 May, 2021 12:49 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

બિલ ગેટ્સ દ્વારા બનાવવામાં આવેલી હોલ્ડિંગ કંપની કેસ્કેડ ઇન્વેસ્ટમેન્ટે મેક્સિકોની બે અગ્રણી કંપનીઓના સ્ટૉક્સ મેલિન્ડા ફ્રેન્ચ ગેટ્સને ટ્રાન્સફર કર્યા હતા, જે સાથે છેલ્લા કેટલાક દિવસોમાં મેલિન્ડાએ મેળવેલી કુલ રકમ બે અબજ ડૉલર કરતાં વધુ થઈ છે.

બિલ ગેટ્‌સ અને મેલિન્ડા

બિલ ગેટ્‌સ અને મેલિન્ડા

બિલ ગેટ્સ દ્વારા બનાવવામાં આવેલી હોલ્ડિંગ કંપની કેસ્કેડ ઇન્વેસ્ટમેન્ટે મેક્સિકોની બે અગ્રણી કંપનીઓના સ્ટૉક્સ મેલિન્ડા ફ્રેન્ચ ગેટ્સને ટ્રાન્સફર કર્યા હતા, જે સાથે છેલ્લા કેટલાક દિવસોમાં મેલિન્ડાએ મેળવેલી કુલ રકમ બે અબજ ડૉલર કરતાં વધુ થઈ છે.

ગેટ્સ દંપતીએ ૨૭ વર્ષના દામ્પત્યજીવનનો અંત આણવાની જાહેરાત કરી એ દિવસે – ૩ મેના રોજ કેસ્કેડે કોકા-કોલા ફેમ્સા અને ગ્રુપો ટેલિવિઝાના સ્ટૉક્સ મેલિન્ડાને સોંપ્યા હતા.

કેસ્કેડ ઇન્વેસ્ટમેન્ટ બિલ ગેટ્સની સૌથી મોટી સંપત્તિ છે જે રિયલ એસ્ટેટ, એનર્જી તથા હૉસ્પિટાલિટી સહિતનાં ક્ષેત્રોના વ્યાપક પોર્ટફોલિયો પર નજર રાખે છે અને સંખ્યાબંધ જાહેર કંપનીઓમાં હિસ્સો ધરાવે છે. 

07 May, 2021 12:49 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ઈન્ટરનેશનલ સમાચાર

કોવૅક્સિનને ડબલ્યુએચઓની મંજૂરી જલદી મળવાની શક્યતા

કોરોના સામે લડવા માટે અત્યારે વૅક્સિનેશનને સૌથી પ્રભાવશાળી હથિયાર માનવામાં આવી રહ્યું છે. અમેરિકા, બ્રિટન, રશિયા, ચીન જેવા દેશોએ પોતાની વેક્સિન બનાવી છે અને પૂરજોશમાં વૅક્સિનેશન કરી રહ્યા છે.

18 June, 2021 01:05 IST | Geneva | Gujarati Mid-day Correspondent
ઈન્ટરનેશનલ સમાચાર

વિશ્વનો મોટો પરિવાર ધરાવતા વૃદ્ધનું નિધન, છતાં નથી થયા અંતિમ સંસ્કાર, જાણો કારણ

વિશ્વના સૌથી મોટા પરિવારના વૃદ્ધ તરીકે જાણીતા મિઝોરમના જિયોના ચાના ઉર્ફ જિયોન-એના નિધનના 36 કલાક પછી પણ તેમના અંતિમ સંસ્કાર થઈ શક્યા નથી.

15 June, 2021 04:53 IST | Mizoram | Gujarati Mid-day Online Correspondent
ઈન્ટરનેશનલ સમાચાર

ચીનમાં કોવિડ-19 જેવો નવો વાઇરસ શોધાયો

ચામાચીડિયામાં નવા પ્રકારનો કોરોના વાઇરસ મળ્યાનો વિજ્ઞાનીઓનો દાવો છે કે પછી ચીનની આ કોઈ નવી ચાલાકી છે?

15 June, 2021 01:31 IST | Beijing | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK