° °

આજનું ઇ-પેપર
Monday, 04 July, 2022


Coronavirus: યુકેમાં મળેલો નવો કોરોનાનો વેરિયન્ટ અન્યની તુલનામાં જોખમી: WHO

02 April, 2022 07:42 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને તેના લેટેસ્ટ રિપોર્ટમાં માહિતી આપી છે કે યુકેમાં કોવિડ-19નું નવું સ્વરૂપ જોવા મળ્યું છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને તેના લેટેસ્ટ રિપોર્ટમાં માહિતી આપી છે કે યુકેમાં કોવિડ-19નું નવું સ્વરૂપ જોવા મળ્યું છે. એ પણ કહ્યું કે XE નામનું આ નવું  વેરિયન્ટ કોરોનાના કોઈપણ પ્રકાર કરતાં વધુ ચેપી હોઈ શકે છે. XE એ BA`1 અને BA.2 ઓમિક્રોનનું `રિકોમ્બિનન્ટ` પરિવર્તન છે. જ્યારે દર્દી કોરોનાના વિવિધ પ્રકારોથી સંક્રમિત થાય છે ત્યારે `રીકોમ્બિનન્ટ` મ્યુટેશન થાય છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને જણાવ્યું હતું કે નવું  વેરિયન્ટ XE ઓમિક્રોનના પેટા  વેરિયન્ટ BA.2 કરતાં 10 ટકા વધુ ચેપી છે. WHOએ કહ્યું, `પ્રારંભિક અનુમાન BA.2 કરતાં 10 ટકા વધુ ચેપી હોવાનું દર્શાવે છે. જો કે, આને વધુ પુષ્ટિની જરૂર છે.

યુકે હેલ્થ એજન્સીએ જણાવ્યું હતું કે XE પ્રથમ વખત 19 જાન્યુઆરીએ શોધી કાઢવામાં આવ્યું હતું અને અત્યાર સુધીમાં  વેરિયન્ટના 637 કેસ નોંધાયા છે. આ દરમિયાન ઓમિક્રોનનું BA.2 સબ-વેરિયન્ટ વિશ્વભરમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. યુએસ અને ચીનમાં BA.2 વેરિયન્ટના કેસમાં વધારો થયો છે.

ભારતમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો થયો છે. શનિવારે અહીં કોરોના વાયરસના ચેપના 1,260 નવા કેસ નોંધાયા છે. જે બાદ ચેપના કુલ કેસોની સંખ્યા વધીને 4,30,27,035 થઈ ગઈ છે. એક્ટિવ કેસની વાત કરીએ તો તેમની સંખ્યા ઘટીને 13,445 થઈ ગઈ છે. તે જ સમયે એક દિવસમાં કોરોનાના કારણે 83 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે, જે પછી મૃત્યુઆંક વધીને 5,21,264 થઈ ગયો છે.

02 April, 2022 07:42 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ઈન્ટરનેશનલ સમાચાર

કોરોનાના કેસ કેમ વધી રહ્યા છે? ડબ્લ્યુએચઓએ આપ્યાં ૩ કારણ

યુરોપમાં પણ કેસ વધ્યા છે. કોરોનાના કેસમાં વધારા માટે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને (ડબ્લ્યુએચઓ) ત્રણ કારણો આપ્યાં છે. 

20 March, 2022 10:46 IST | Washington | Agency
ઈન્ટરનેશનલ સમાચાર

નોર્વેમાં વિમાન દુર્ઘટનામાં 4 અમેરિકી સૈનિકોના મોત, નાટોએ ઘટના પર આપ્યું નિવેદન

નોર્વેમાં નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો)ના યુદ્ધ અભ્યાસ દરમિયાન વિમાન દુર્ઘટનામાં ચાર અમેરિકન સૈનિકો માર્યા ગયા હતા.

19 March, 2022 07:19 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઈન્ટરનેશનલ સમાચાર

ઓમાઇક્રોન શોધાયો ત્યારથી પાંચ લાખનાં મોત : ડબ્લ્યુએચઓ

ડબ્લ્યુએચઓના ઇન્સિડન્ટ મૅનેજર અબદી મહમૂદે આ જાણકારી આપી હતી

10 February, 2022 09:04 IST | Geneva | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK