° °

આજનું ઇ-પેપર
Tuesday, 09 August, 2022


મસ્કની નેટવર્થમાં ૪૮૯૪.૯૬ અબજ રૂપિયાનો ઘટાડો થયો

03 July, 2022 12:53 PM IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ વર્ષના પહેલા છ મહિનામાં દુનિયાના ૫૦૦ ટોચના ધનવાનોએ ૧૧૦.૫૩ ટ્રિલ્યન રૂપિયા ગુમાવ્યા છે

મસ્કની નેટવર્થમાં ૪૮૯૪.૯૬ અબજ રૂપિયાનો ઘટાડો થયો

મસ્કની નેટવર્થમાં ૪૮૯૪.૯૬ અબજ રૂપિયાનો ઘટાડો થયો

આ વર્ષના પહેલાં છ મહિનામાં ટેસ્લાના ફાઉન્ડર ઇલૉન મસ્કની નેટવર્થમાં ૬૨ અબજ ડૉલર (૪૮૯૪.૯૬ અબજ રૂપિયા), ઍમેઝૉનના ચીફ જેફ બેઝોસની સંપત્તિમાં ૬૩ અબજ ડૉલર (૪૯૭૩.૯૧ અબજ રૂપિયા), જ્યારે ફેસબુકના કો-ફાઉન્ડર માર્ક ઝકરબર્ગની નેટવર્થમાં ૫૦ ટકાથી વધુનો ઘટાડો થયો છે. શુક્રવારે જાહેર કરવામાં આવેલા બ્લુમબર્ગ બિલ્યનર ઇન્ડેક્સથી આ જાણકારી મળી છે.
આ ઇન્ડેક્સ અનુસાર આ વર્ષના પહેલાં છ મહિનામાં દુનિયાના ૫૦૦ ટોચના ધનવાનોએ ૧.૪ ટ્રિલ્યન ડૉલર (૧૧૦.૫૩ ટ્રિલ્યન રૂપિયા) ગુમાવ્યા છે, જે ગ્લોબલ બિલ્યનર્સ ગ્રુપ માટે છ મહિનામાં સૌથી મોટો ઘટાડો હોવાનું મનાય છે.
જુદા-જુદા દેશોની સરકારો ફુગાવાને અંકુશમાં લાવવા માટે વ્યાજદરો વધારી રહી છે ત્યારે શૅરબજારમાં અને અબજોપતિઓની સંપત્તિ પર એની વિપરીત અસર થઈ રહી છે.
આ ઇન્ડેક્સમાં વધુ જોવા મળ્યું હતું કે જૂનમાં પૂરું થયેલું ત્રિમાસિક એ ટેસ્લા ઇન્ક માટે સૌથી ખરાબ ક્વૉર્ટર રહ્યું હતું.
ખાસ્સી એવી સંપત્તિ ગુમાવ્યા બાદ પણ ટેસ્લાના કો-ફાઉન્ડર આ ગ્રહ પર સૌથી વધુ ધનવાન છે. તેમની નેટવર્થ ૨૦૮.૫ અબજ ડૉલર (૧૬,૪૬૧.૨૬ અબજ રૂપિયા) છે, જ્યારે ઍમેઝૉનના બેઝોસ ૧૨૯.૬ અબજ ડૉલર (૧૦,૨૩૨.૦૪ અબજ રૂપિયા)ની નેટવર્થની સાથે બીજા નંબરે છે.
આ ઇન્ડેક્સ અનુસાર ફ્રાન્સના સૌથી ધનવાન વ્યક્તિ બર્નાર્ડ આર્નોલ્ટ ૧૨૮.૭ અબજ ડૉલર (૧૦,૧૬૦.૯૮ અબજ રૂપિયા)ની સંપત્તિની સાથે ત્રીજા સ્થાને છે. તેમના પછી ૧૧૪.૮ અબજ ડૉલર (૯૦૬૩.૫૬ અબજ રૂપિયા)ની સંપત્તિ સાથે બિલ ગેટ્સનું સ્થાન છે.
આ વર્ષની શરૂઆતમાં મસ્ક, બેઝોસ, આર્નોલ્ટ અને ગેટ્સ માત્ર ચાર જણની સંપત્તિ ૧૦૦ અબજ ડૉલર (૭૮૯૫.૦૯ અબજ રૂપિયા)થી વધારે હતી. એના પહેલાં ૧૦ ધનવાનોની એના કરતાં વધારેની સંપત્તિ હતી, જેમાં ઝકરબર્ગ પણ સામેલ હતા, જે હવે ૬૦ અબજ ડૉલર (૪૭૩૭.૦૫ અબજ રૂપિયા)ની સંપત્તિની સાથે ૧૭મા સ્થાને છે.
દુનિયાનું સૌથી મોટું ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ બાઇનૅન્સના ફાઉન્ડર અને સીઈઓ ચેન્ગપેન્ગ ઝેઓની આ વર્ષે જાન્યુઆરીમાં ૯૬ અબજ ડૉલર (૭૫૭૯.૨૯ અબજ રૂપિયા)ની સંપત્તિ સાથે બ્લુમબર્ગ બિલ્યનર્સ ઇન્ડેક્સમાં એન્ટ્રી થઈ હતી. આ વર્ષે તેમની સંપત્તિમાં લગભગ ૮૦ અબજ ડૉલર (૬૩૧૬.૦૭ અબજ રૂપિયા)નો ઘટાડો થયો છે. 

03 July, 2022 12:53 PM IST | Washington | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ઈન્ટરનેશનલ સમાચાર

આ કંપનીને જોઈએ છે સૌથી વધારે ઊંઘ લેનાર કર્મચારી, સાથે મળશે આ ખાસ સુવિધાઓ

કંપનીની જૉબ પોસ્ટિંગ પ્રમાણે, સારા ઉમેદવાર પાસે `અસામાન્ય ઊંઘની ક્ષમતા, જેટલું શક્ય હોય તેટલી ઊંઘ લેવાની ઇચ્છા અને કોઈપણ માધ્યમ દ્વારા ઊંઘવાની ક્ષમતા` હોવી જોઈએ. 

09 August, 2022 03:10 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઈન્ટરનેશનલ સમાચાર

FBIએ ટ્રમ્પના માર-એ-લાગો ફ્લોરિડાવાળા નિવાસસ્થાને પાડ્યો દરોડા, તિજોરી તોડી

આ આપણા દેશ માટે ખરાબ સમય છે કારણકે ફ્લોરિડાના પામ બીચમાં માર-એ-લાગોના મારા સુંદર ઘરે એફબીઆઇ એજન્ટના એક મોટા સમૂહે ઘેરાબંધી કરી, દરોડા પાડ્યા અને તેને તાબે લીધો છે.

09 August, 2022 02:21 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઈન્ટરનેશનલ સમાચાર

પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાને લઈને બંગલાદેશીઓ ભડક્યા

બંગલાદેશ સ્વતંત્ર થયા બાદ ફ્યુઅલના ભાવમાં થયેલો આ સૌથી મોટો વધારો છે

09 August, 2022 09:48 IST | Dhaka | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK