Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ટ્‍વિટર ડીલ પર મસ્કની બ્રેક

ટ્‍વિટર ડીલ પર મસ્કની બ્રેક

14 May, 2022 10:13 AM IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ સોશ્યલ મીડિયા કંપનીના સ્ટૉક્સમાં પ્રી-માર્કેટ ટ્રેડિંગમાં ૨૦ ટકાનો ઘટાડો થયો હતો. ટ્વિટરે હજી સુધી મસ્કની આ કમેન્ટ માટે કંઈ પણ જણાવ્યું નથી. 

એલન મસ્ક (ફાઈલ તસવીર)

એલન મસ્ક (ફાઈલ તસવીર)


વૉશિંગ્ટન : ઇલૉન મસ્કે ગઈ કાલે જાહેર કર્યું હતું કે ટ્‍વિટર માટેની તેમની ૪૪ અબજ ડૉલર (૩૪૦૮.૪૨ અબજ રૂપિયા)ની ડીલ ટેમ્પરરી સ્થગિત થઈ ગઈ છે, જેનું કારણ સ્પૅમ અને ફેક અકાઉન્ટ્સ વિશેની પેન્ડિંગ વિગતો હોવાનું જણાવાયું છે. મસ્કે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે ‘ટ્‍વિટરના પાંચ ટકાથી ઓછા યુઝર્સ સ્પામ કે ફેક અકાઉન્ટ્સ છે. જ્યાં સુધી તેમનું કૅલ્ક્યુલેશન ન થઈ શકે ત્યાં સુધી ટેમ્પરરી આ ડીલને સ્થગિત રાખવામાં આવી છે.’
આ સોશ્યલ મીડિયા કંપનીના સ્ટૉક્સમાં પ્રી-માર્કેટ ટ્રેડિંગમાં ૨૦ ટકાનો ઘટાડો થયો હતો. ટ્વિટરે હજી સુધી મસ્કની આ કમેન્ટ માટે કંઈ પણ જણાવ્યું નથી. 
થોડા દિવસ પહેલાં ટ્વિટરે અંદાજ વ્યક્ત કર્યો હતો કે પ્રથમ ​ત્રિમાસિક દરમ્યાન એના દૈનિક ઍક્ટિવ યુઝર્સમાં ફેક કે સ્પામ અકાઉન્ટ્સની સંખ્યા પાંચ ટકાથી ઓછી છે. 
દુનિયાના સૌથી વધુ ધનવાન અને ટેસ્લાના ચીફ એક્ઝિક્યુટિવ મસ્કે જણાવ્યું હતું કે ટ્વિટર પરથી સ્પામ બોટ્સને હટાવવાની તેમની પ્રાથમિકતા રહેશે. એ સિવાય પણ તેમણે અનેક સુધારા સૂચવ્યા છે. 


Whatsapp-channel Whatsapp-channel

14 May, 2022 10:13 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK