° °

આજનું ઇ-પેપર
Sunday, 11 April, 2021

ફ્રાન્સમાં ત્રીજી વાર લૉકડાઉન: એક મહિનો બધું ઠપ

02 April, 2021 05:51 PM IST | Paris | Gujarati Mid-day Correspondent

હાલ ફ્રાન્સમાં કોરોના વાઇરસની ત્રીજી લહેર ચાલી રહી છે, જેને લીધે ભારે ખાનાખરાબી થઈ હતી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

ભારતમાં છેલ્લા એક મહિનાથી કોરોના વાઇરસ માથું ઊંચકી રહ્યો છે એવી જ રીતે દુનિયાના અનેક દેશોમાં પણ સ્થિતિ વધારે ગંભીર બની રહી છે. અગાઉ ભયાનક સ્થિતિનો સામનો કરી ચૂકેલા ફ્રાન્સે ફરી એક વાર આકરો નિર્ણય લેતાં દેશઆખામાં સંપૂર્ણ લૉકડાઉન જાહેર કર્યું છે. આ લૉકડાઉન ૪ અઠવાડિયાં એટલે કે એક મહિનાનું રહેશે.

ફ્રાન્સમાં કોરોના વાઇરસનો પ્રકોપ વધતાં ફ્રાન્સના રાષ્ટ્રપતિએ સમગ્ર દેશમાં ચાર અઠવાડિયાંનું લૉકડાઉન લગાવી દીધું છે. ફ્રાન્સમાં શાળાઓને ત્રણ અઠવાડિયાં માટે બંધ કરવામાં આવી છે. હાલ ફ્રાન્સમાં કોરોના વાઇરસની ત્રીજી લહેર ચાલી રહી છે, જેને લીધે ભારે ખાનાખરાબી થઈ હતી. એવામાં રાષ્ટ્રપતિ મૅક્રોએ કહ્યું કે જો નક્કર પગલાં નહીં ભરાય તો કોરોના પરથી કાબૂ ગુમાવી દઈશું. ફ્રાન્સમાં દેશવ્યાપી લૉકડાઉન દરમ્યાન માત્ર જીવનજરૂરિયાતના સામાનની દુકાનો ખોલવાની મંજૂરી મળશે.

ઑફિસ જવાને બદલે લોકોએ વર્ક ફ્રૉમ હોમ કરવું પડશે. એ દરમ્યાન ૧૦ કિલોમીટરની અંદરના વિસ્તારમાં જવા પર રોક લગાવવામાં આવ્યો છે છતાં લૉકડાઉનમાં કોરોના રસીકરણ ઝડપી બનાવવામાં આવશે. ફ્રાન્સમાં કોરોનાના ચેપના પૉઝિટિવ કેસની કુલ સંખ્યા ૪૬ લાખને પાર પહોંચી ગઈ છે. અત્યાર સુધી ફ્રાન્સમાં કુલ મોતનો આંકડો ૯૫,૦૦૦ને પાર પહોંચી ચૂક્યો છે.

02 April, 2021 05:51 PM IST | Paris | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ઈન્ટરનેશનલ સમાચાર

બ્રિટનના શાહી કુટુંબના પ્રિન્સ ફિલીપનું 99ની વયે મૃત્યુ

પ્રિન્સ ફિલીપ હજી 16મી માર્ચે જ હૉસ્પિટલમાંથી બહાર આવ્યા હતા અને વિન્ડસર કેસલમાં પાછા ફર્યા હતા. 

09 April, 2021 05:57 IST | Mumbai | Partnered Content
ઈન્ટરનેશનલ સમાચાર

અમેરિકામાં ૧૮ વર્ષથી મોટા તમામને વૅક્સિન અપાશે : જો બાઇડન

પહેલાં અમેરિકાએ ૧૦૦ દિવસમાં ૧૦ કરોડ લોકોને રસી આપવાનું લક્ષ્ય ઠરાવ્યું હતું. જોકે હવે તેમણે તેમના કાર્યકાળના પ્રથમ ૧૦૦ દિવસમાં ૨૦ કરોડ લોકોને રસી આપવાનું નવું લક્ષ્ય સેટ કર્યો છે. 

08 April, 2021 11:35 IST | Washington | Agency
ઈન્ટરનેશનલ સમાચાર

બંગલા દેશમાં સાત દિવસ લૉકડાઉન

શુક્રવારે બંગલા દેશમાં કોરોના ઇન્ફેક્શનના ૬૮૩૦ નવા કેસ

04 April, 2021 12:50 IST | Dhaka | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK