સંસદસભ્યો સામે બોલતાં ફુમિનો કશીડાએ કહ્યું હતું કે અધિકારીઓ ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં લાખ બૂસ્ટર ડોઝ આપવાનું લક્ષ્યાંક ધરાવે છે

પ્રતીકાત્મક તસવીર
કોવિડ વૅક્સિનના વિલંબિત રોલઆઉટ માટે જપાનની સરકાર આલોચના સહી રહી છે, એવામાં જપાનના વડા પ્રધાને દેશભરમાં રોજેરોજ આપવામાં આવી રહેલા કોવિડના બૂસ્ટર ડોઝની સંખ્યા બમણી કરવાનું વચન આપ્યું છે. સંસદસભ્યો સામે બોલતાં ફુમિનો કશીડાએ કહ્યું હતું કે અધિકારીઓ ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં લાખ બૂસ્ટર ડોઝ આપવાનું લક્ષ્યાંક ધરાવે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વધારાના ડોઝ હાલમાં ઓમાઇક્રોનના વધી રહેલા કેસ સામે મહત્ત્વની ભૂમિકા ભજવશે.
તાજેતરના મીડિયા પોલમાં ફુમિનો કશીડાને ઘણું નબળું રેટિંગ મળ્યું હતું. ઓક્ટોબરમાં પદ સંભાળ્યા બાદ આ પ્રથમ વાર તેમને આટલું નબળું રેટિંગ મળ્યું હતું, જે માટે વાઇરસના પ્રસારને રોકવા લેવાયેલાં પગલાં સામે અસહમતી વધી રહી હોવાના તેમ જ બૂસ્ટર વૅક્સિનની ગતિ ધીમી હોવાની પણ ફરિયાદ કરી છે.