Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > બ્રિટનના શાહી કુટુંબના પ્રિન્સ ફિલીપનું 99ની વયે મૃત્યુ

બ્રિટનના શાહી કુટુંબના પ્રિન્સ ફિલીપનું 99ની વયે મૃત્યુ

09 April, 2021 05:37 PM IST | Mumbai
Partnered Content

પ્રિન્સ ફિલીપ હજી 16મી માર્ચે જ હૉસ્પિટલમાંથી બહાર આવ્યા હતા અને વિન્ડસર કેસલમાં પાછા ફર્યા હતા.

આ ફાઇલ તસવીરમાં પ્રિન્સ ફીલિપI પેલેસની બહાર પરેડ કરી રહેલા સૈન્યને સલામી આપે છે. તસવીર એએફપી

આ ફાઇલ તસવીરમાં પ્રિન્સ ફીલિપI પેલેસની બહાર પરેડ કરી રહેલા સૈન્યને સલામી આપે છે. તસવીર એએફપી

બ્રિટનના બકિંગહામ પેલેસના અધિકારીઓએ જણાવ્યા અનુસાર ક્વીન એલિઝાબેથ IIનાં પતિ પ્રિન્સ ફિલીપનું 99 વર્ષે નિધન થયું છે. પ્રિન્સ ફિલીપ હજી 16મી માર્ચે જ હૉસ્પિટલમાંથી બહાર આવ્યા હતા અને વિન્ડસર કેસલમાં પાછા ફર્યા હતા.

It is with deep sorrow that Her Majesty The Queen has announced the death of her beloved husband, His Royal Highness The Prince Philip, Duke of Edinburgh.

His Royal Highness passed away peacefully this morning at Windsor Castle. pic.twitter.com/XOIDQqlFPn
— The Royal Family (@RoyalFamily) April 9, 2021

પ્રિન્સ ફિલીપને આપણે ડ્યુક ઑફ એડિનબરા તરીકે પણ ઓળખીએ છીએ, તેમણે 1947માં ક્વિન એલિઝાબેથ સાથે લગ્ન કર્યાં હતાં અને તે બ્રિટીશ હિસ્ટ્રીના સૌથી  લાંબા ગાળાના કોન્સોર્ટ રહ્યા. તેમણે પબ્લિક લાઇફ એટલે કે જાહેર જીવનાંથી 2017માંથી નિવૃત્તિ લીધી, આ પહેલાં તેમણે 20,000 જેટલાં જાહેર જીવનને લગતા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.

પ્રિન્સ ફિલીપ ગ્રીક રોયલ ફેમિલીના સભ્ય હતા અને ગ્રીક આઇલેન્ડ કોર્ફુમાં 1921માં જન્મ્યા હતા. તેમને રમતગમતમાં રસ હતો અને તે પોતે એક સારા ખેલાડી હતી જેમને સ્થાનિક રમતોમાં પણ રસ હતો. તેમના ચાર બાળકો, આઠ પૌત્ર - પૌત્રીઓ હતાં અને નવ પ્રપૌત્રી અને પ્રપૌત્રીઓ છે.

ફિલિપ મહારાણીને 65 વર્ષ સુધી મદદરૂપ રહ્યા હતા એટલે કે 65 વર્ષ સુધી પોતાની સેવા આપતા રહ્યા હતા, તેઓ વર્ષ 2017માં જાહેર જીવનમાંથી નિવૃત થયા હતા અને ત્યારબાદ મોટાભાગ જાહેરમાં ઓછા જોવા મળતા હતા. માર્ચ મહિનામાં તેમની હાર્ટ સર્જરી થઈ હતી ત્યારથી તે હૉસ્પિટલમાં હતા અને થોડા સમય પહેલાં જ વિન્ડસર પેલેસ પાછા ગયા હતા.

Whatsapp-channel Whatsapp-channel

09 April, 2021 05:37 PM IST | Mumbai | Partnered Content

App Banner App Banner

અન્ય લેખો

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK