Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ભારતનો ડબલ મ્યુટન્ટ કોવિડ વેરિયન્ટ 17 દેશોમાં સક્રિય : ડબ્લ્યુએચઓ

ભારતનો ડબલ મ્યુટન્ટ કોવિડ વેરિયન્ટ 17 દેશોમાં સક્રિય : ડબ્લ્યુએચઓ

29 April, 2021 02:09 PM IST | Washington
Agency

ભારતમાં સૌપ્રથમ જોવા મળેલો B1617 નામે ઓળખાતો ડબલ મ્યુટન્ટ કોવિડ વેરિયન્ટ ૧૭ દેશોમાં સક્રિય હોવાનું ડબ્લ્યુએચઓએ જણાવ્યું હતું.

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


ભારતમાં સૌપ્રથમ જોવા મળેલો B1617 નામે ઓળખાતો ડબલ મ્યુટન્ટ કોવિડ વેરિયન્ટ ૧૭ દેશોમાં સક્રિય હોવાનું ડબ્લ્યુએચઓએ જણાવ્યું હતું. 

મહામારી પરના અઠવાડિક એપીડેમિયોલૉજિકલ અપડેટ્સમાં ડબ્લ્યુએચઓએ જણાવ્યું હતું કે ગ્લોબલ ઇનિશિયેટિવ ઑન શૅરિંગ એવિયન ઇન્ફ્લુએન્ઝા ડેટા (જીઆઇસેઇડ)ના ઓપન ઍક્સેસ ડેટાબેઝ પર અપલોડ કરાયેલા ૧૨૦૦ કરતાં વધુ સિક્વન્સિસ પરથી જણાયું હતું કે B1617 લગભગ ૧૭ દેશોમાં જોવા મળ્યો હતો. 



રોગચાળાના સૌથી વધુ સિક્વન્સિસ ભારત, બ્રિટન, અમેરિકા અને સિંગાપોરથી અપલોડ કરાયા હોવાનું જાણવા મળ્યું હતું. ડબ્લ્યુએચઓએ બ્રિટિશ, સાઉથ આફ્રિકન અને બ્રાઝિલના વેરિયન્ટને ચિંતાજનક પ્રકાર ગણાવ્યો હતો. એની સામે ભારતમાં જોવા મળેલા B1617 વેરિયન્ટને માત્ર રોગના એક પ્રકાર તરીકે ગણાવ્યો હતો.


કોવિડથી મૃત્યુનો કુલ આંક બે લાખને પાર
ગઈ કાલે સતત સાતમા દિવસે દેશમાં કોવિડના નવા કેસ ત્રણ લાખ પાર કરતાં વધુ એટલે કે કુલ ૩,૬૦,૯૬૦, જ્યારે મરણ ૩૨૯૩ નોંધાયાં હોવાનું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું. દેશમાં પહેલી વાર કુલ મરણાંક બે લાખને પાર થઈ ગયો છે.એક દિવસમાં ૩૨૯૩ લોકોનાં મૃત્યુ થવાને પગલે અત્યાર સુધીમાં ૨,૦૧,૧૮૭ લોકોએ જીવ ગુમાવ્યા છે એમ જણાવતાં આરોગ્ય મંત્રાલયે વધુમાં ઉમેર્યું હતું કે હાલમાં દેશમાં ૨૯,૭૮,૭૦૯ ઍક્ટિવ કેસ છે. 

સ્વદેશી રસી કોવૅક્સિન ૬૧૭ વેરીઅન્ટને અસરહીન કરી શકે
કોવિડ-૧૯ સામે પ્રતિ રક્ષા માટે વિકસાવાયેલી ભારતની સ્વદેશી રસી કોવૅક્સિન ઘાતક વાઇરસના ૬૧૭ પ્રકારોને બેઅસર કરવામાં સક્ષમ જણાઈ છે. વાઇટ હાઉસના મુખ્ય મેડિકલ સલાહકાર તથા અમેરિકાના અગ્રણી મહામારી રોગ તજજ્ઞ ડૉ. ઍન્થની ફાઉચીએ આ જાણકારી આપી છે. ફાઉચીએ અગાઉ એક કૉન્ફરન્સ દરમિયાન પત્રકારોને આ વિગતો પૂરી પાડી હતી.


Whatsapp-channel Whatsapp-channel

29 April, 2021 02:09 PM IST | Washington | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK