Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > કૅનેડાની ચૂંટણીમાં ભારતીય મૂળના ૧૭ ઉમેદવારો જીત્યા

કૅનેડાની ચૂંટણીમાં ભારતીય મૂળના ૧૭ ઉમેદવારો જીત્યા

22 September, 2021 11:54 AM IST | Toranto
Agency

ભારતીય મૂળના ૧૭ કૅનેડિયન ઉમેદવારો માટે આ ઇલેક્શન યાદગાર બન્યું છે. આ ૧૭ જણ પોતાના મતવિસ્તારમાં વિજયી બન્યા છે. એમાં એનડીપી નેતા જગમિત સિંહ અને સંરક્ષણ પ્રધાન હરજિત સજ્જનનો સમાવેશ છે.

કૅનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ ગઈ કાલે ઘરમાં પરિવાર સાથે ચૂંટણીનો વિજય સેલિબ્રેટ કર્યો હતો.  એ.એફ.પી.

કૅનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ ગઈ કાલે ઘરમાં પરિવાર સાથે ચૂંટણીનો વિજય સેલિબ્રેટ કર્યો હતો. એ.એફ.પી.


કૅનેડાની સંસદીય ચૂંટણીમાં શાસક લિબરલ પાર્ટીના નેતા અને વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો જીતવા છતાં બહુમતી મેળવવામાં નિષ્ફળ ગયા છે, પરંતુ ભારતીય મૂળના ૧૭ કૅનેડિયન ઉમેદવારો માટે આ ઇલેક્શન યાદગાર બન્યું છે. આ ૧૭ જણ પોતાના મતવિસ્તારમાં વિજયી બન્યા છે. એમાં એનડીપી નેતા જગમિત સિંહ અને સંરક્ષણ પ્રધાન હરજિત સજ્જનનો સમાવેશ છે.
આ ચૂંટણીમાં ૧૫૬ બેઠક એવી છે જેના પર ટ્રુડોનો પક્ષ આગળ હતો અથવા જીતી ગયો હતો. જોકે આ આંકડો ૨૦૧૯ની ચૂંટણીમાં જીતેલી બેઠકો કરતાં એક ઓછો અને બહુમતી માટે જરૂરી લક્ષ્યાંક કરતાં ૧૪ ઓછો હતો. બહુમતી માટે ૧૭૦ બેઠકોની જરૂર હોય છે. શાસક પક્ષના અન્ય વિજયી ભારતીયોમાં અનિતા આનંદ, બર્ડિશ ચગ્ગર, કમલ ખેરા, રુબી સહોતા, સોનિયા સિધુ, મનિન્દર સિધુ, સુખ ધાલીવાલ, જ્યોર્જ ચહલ, આરિફ વિરાણી, રણદીપ સરાઇ, અંજુ ધિલોન, ચંદ્ર આર્યા અને ઇકવિન્દર ગહીરનો સમાવેશ હતો.


Whatsapp-channel Whatsapp-channel

22 September, 2021 11:54 AM IST | Toranto | Agency

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK