Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઇમરાન ખાને પેટ્રોલ અને ડીઝલની કિ‍ંમતમાં ઘટાડા બદલ ભારતની પ્રશંસા કરી

ઇમરાન ખાને પેટ્રોલ અને ડીઝલની કિ‍ંમતમાં ઘટાડા બદલ ભારતની પ્રશંસા કરી

23 May, 2022 10:22 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને વધુ એક વખત ભારતની પ્રશંસા કરી છે.

ઈમરાન ખાન

ઈમરાન ખાન


ઇસ્લામાબાદ (પી.ટી.આઇ.) ઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને વધુ એક વખત ભારતની પ્રશંસા કરી છે. આ વખતે ભારત સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો કરવા બદલ પ્રશંસા કરવામાં આવી છે. 
નોંધપાત્ર છે કે ભારત સરકારે શનિવારે પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટર સાડાનવ રૂપિયા જ્યારે ડીઝલની કિંમતમાં પ્રતિ લિટર ૭ રૂપિયાનો ઘટાડો કર્યો હતો, જેના પછી ઇમરાને ટ્વીટ કર્યું હતું કે ‘ક્વાડના ભાગ હોવા છતાં ભારતે અમેરિકાના પ્રેશરને યોગ્ય રીતે સહન કર્યું અને જનતાને રાહત પૂરી પાડવા માટે રશિયા પાસેથી ડિસ્કાઉન્ટ દરે ક્રૂડ ઑઇલ મેળવ્યું. અમારી સરકાર સ્વતંત્ર વિદેશ નીતિની મદદથી પાકિસ્તાનમાં આ જ હાંસલ કરવાની કોશિશ કરી રહી હતી.’
ઇમરાને પ્રશંસા કર્યા બાદ ગઈ કાલે પાકિસ્તાન મુસ્લિમ લીગ-એનનાં વાઇસ પ્રેસિડન્ટ મરિયમ નવાઝે કહ્યું કે ઇમરાનને ભારત એટલું બધું પસંદ હોય તો તેમણે ત્યાં જતા રહેવું જોઈએ. 


Whatsapp-channel Whatsapp-channel

23 May, 2022 10:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK