° °

આજનું ઇ-પેપર
Friday, 07 October, 2022


‘મેં લાંબા સમયથી શારીરિક સંબંધ નથી બાંધ્યો’ અફેરના સમાચાર વચ્ચે એલન મસ્કે કર્યો ખુલાસો

26 July, 2022 08:05 PM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મસ્કે અફેરના અહેવાલોને નકારી કાઢ્યા છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર

ટેસ્લા કંપનીના સીઈઓ એલન મસ્ક (Elon Musk) હંમેશા ચર્ચામાં રહે છે. ક્યારેક ટ્વિટર સાથેની ડીલ વિશે, જે હવે કેન્સલ થઈ ગઈ છે તો ક્યારેક તેમના અંગત જીવન વિશે. એલન મસ્ક હવે ફરી ચર્ચામાં છે. વાસ્તવમાં, મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે એલન મસ્કનું ગૂગલના કો-ફાઉન્ડર સર્ગેઈ બ્રિન (Sergey Brin)ની પત્ની નિકોલ શાનાહન (Nicole Shanahan) સાથે અફેર હતું. તે જ સમયે, મસ્કે આ અહેવાલોને નકારી કાઢ્યા છે.

મસ્કે સોમવારે ટ્વીટ કર્યું હતું કે “તે અને સર્ગેઈ મિત્રો છે અને ગઈકાલે રાત્રે સાથે પાર્ટીમાં હતાં. મસ્કએ કહ્યું કે તેણે નિકોલને ત્રણ વર્ષમાં માત્ર બે વાર જ જોઈ છે અને તેમની વચ્ચે એવું કંઈ નથી. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે સપ્ટેમ્બર 2021માં બ્રેકઅપ બાદ મસ્કનું તેના પાર્ટનર અને સિંગર ગ્રીમ્સ સાથે અફેર હતું. તે જ સમયે, સર્ગેઈ બ્રિન અને તેની પત્નીએ આ વર્ષની શરૂઆતમાં છૂટાછેડા માટે અરજી કરી હતી.

બીજી તરફ, ટેસ્લાના સીઈઓ મસ્કે આ દાવાઓને ફગાવી દેતા કહ્યું કે તેણે લાંબા સમયથી શારીરિક સંબંધ પણ બાંધ્યો નથી. મસ્કે કહ્યું કે “લાંબા સમયથી તેનો કોઈની સાથે સંબંધ નથી. વાસ્તવમાં, મસ્ક કેટલાક ટ્વિટર વપરાશકર્તાઓના પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા. એક યુઝરના સવાલ પર મસ્કએ કહ્યું કે “તેણે રજાઓમાં પણ સેક્સ નથી કર્યું.”

વૉલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ અનુસાર, એલન મસ્ક અને સર્ગેઈ બ્રિન લાંબા સમયથી મિત્રો હતા. મસ્ક વર્ષોથી નિયમિતપણે બ્રિનના સિલિકોન વેલીના ઘરની મુલાકાત લેતા હતા. આ સમય દરમિયાન જ મસ્ક નિકોલ શાનાહનની નજીક આવ્યા.

26 July, 2022 08:05 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ઈન્ટરનેશનલ સમાચાર

ફ્રેન્ચ લેખિકા ઍની ઍર્નોક્સને સાહિત્યનો નોબેલ પુરસ્કાર મળ્યો

હાલમાં ૮૨ વર્ષનાં લેખિકાએ શરૂઆત નવલકથાથી કરી હતી

07 October, 2022 08:17 IST | Stockholm | Gujarati Mid-day Correspondent
ઈન્ટરનેશનલ સમાચાર

Mexico: બંદૂકધારીઓએ કર્યો ગોળીબાર, મેયર સહિત 18ના મોત, ગેન્ગે કર્યું આ એલાન...

મેયર કૉનરાડો મેંડોઝા અલ્મેડાની પાર્ટી PRDએ તેમની `કાયરતાપૂર્ણ` હત્યાની નિંદા કરી અને ન્યાયની માગ કરી છે. ક્રિમીનલ ગ્રુપ Los Tequileros પર આ મામલે આરોપ મૂકાઈ રહ્યો છે.

06 October, 2022 07:39 IST | Mexico | Gujarati Mid-day Online Correspondent
ઈન્ટરનેશનલ સમાચાર

થાઇલેન્ડમાં બાળકોના ડે-કૅર સેંટરમાં ગોળીબાર, 22 બાળકો સહિત 34નાં મોત

હુમલાખોરે પોતાને ગોળી મારતા પહેલા પોતાની પત્ની અને બાળકોને પણ મારી નાખ્યા. આ ઘટના થકી થાઇલેન્ડના લોકો ચિંતામાં છે.

06 October, 2022 03:34 IST | Thailand | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK