Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > મોટા પાયે ઇન્ટરનેટ થયું ઠપ્પ, વિશ્વની મોટી વેબસાઇટ ડાઉન

મોટા પાયે ઇન્ટરનેટ થયું ઠપ્પ, વિશ્વની મોટી વેબસાઇટ ડાઉન

08 June, 2021 06:12 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Internet Outage પર પ્રારંભિક રિપૉર્ટમાં કહેવામાં આવ્યું છે કે એક પ્રાઇવેટ સીડીએન (Content Delivery Network)માં મુશ્કેલી આવવાને કારમે આ ટેક્નિકલ ખામી સામે આવી છે. આ વિશે વધુ માહિતી જુઓ...

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વિશ્વમાં મોટા પાયે ઇન્ટરનેટ ઠપ થવાથી હડકંપ મચી ગયો છે. ચર્ચાઓ પ્રમાણે, ન્યૂયૉર્ક ટાઇમ્સ (NYT), સીએનએન (CNN) સહિત મોટી આંતરરાષ્ટ્રીય ન્યૂઝ વેબસાઇટ અને પોર્ટલ આ કારણે ડાઉન થઈ ગયું છે. પ્રારંભિક રિપૉર્ટમાં કહેવામાં આવ્યું છે કે એક પ્રાઇવેટ સીડીએન (Content Delivery Network)માં સમસ્યા આવવાને કારણે ઇન્ટરનેટમાં ટેક્નિકલ ખામી સામે આવી છે. આ વિશે વધુ માહિતી એકઠી કરવામાં આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે, તમામ પૉપ્યુલર વેબસાઇટ રેડિટ, સ્પૉટિફાઇ, પેપલ, શૉપિફાઇ વગેરે પણ ઠપ્પ થઈ ગઈ છે. ગાર્ડિયન, ન્યૂયૉર્ક ટાઇમ્સ, બીબીસી અને ફાઇનાન્શિયલ ટાઇમ્સ જેવી સાઇટને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. માનવામાં આવી રહ્યું છે કે લોકપ્રિય સીડીએન પ્રોવાઇડર ફાસ્ટલીમાં મુશ્કેલી આવવાને કારણે આવું થયું.

સીડીએન એટલે કો કોન્ટેન્ટ ડિલીવરી નેટવર્ક્સને ઇન્ટરનેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પાયાનો ભાગ માનવામાં આવે છે. ફાસ્ટ્લી જેવી કંપનીઓ સર્વરના ગ્લોબલ નેટવર્ક્સ દ્વારા પોતાની વેબ સેવાઓ બહેતર બનાવે છે. ઉદાહરણ તરીકે મીડિયા કોન્ટેન્ટને તમારા સ્થાનિક સીડીએન સર્વર દ્વારા એકઠું કરી લેવામાં આવે છે અને દરવખતે પેજ લોક કરવા માટે મૂળ સર્વર સુધી જવાની જહેમત ઉઠાવવી પડતી નથી. આથી વેબ પેજ ઓછા સમયમાં લોડ થઈ જાય છે અને વેબસાઇટ પર ભારે ટ્રાફિક હોવા છતા તેના ક્રેશ થવાનું જોખમ ઘટી જાય છે.



BBC પ્રમાણે, એમેઝૉન (Amazon), રેડિટ (Reddit), પિન્ટ્રેસ્ટ (Pinterest) અને ટ્વિટ્ચ  (Twitch) જેવી મોટી વેબસાઇટ્સ પણ કામ કરી શકી નહોતી. બ્રિટિશ સરકારની વેબસાઇટ gov.uk પણ ઠપ છે. જે વેબસાઇટ પર આ મુશ્કેલી આવી રહી છે. તેમાં `Error 503 Service Unavailable` દેખાઇ રહ્યું છે. ફાસ્ટલીનું કહેવું છે કે તે ગ્લોબલ કોન્ટેન્ટ ડિલીવરી નેટવર્કમાં આવેલી મુશ્કેલીને દૂર કરવાનો પ્રયત્ન કરી રહી છે. જો કે, આ મુશ્કેલી કેમ આવી, આ વિશે અત્યારે કંઇપણ કહેવું મુશ્કેલ છે. કોઇ સાઇબર અટેક કે બહારના ઇન્ટરપ્શનને લઈને હાલ કંઇપણ કહેવમાં નથી આવ્યું.


જો કે Fastlyએ પોતાના સ્ટેટસ પેજ પર કહ્યું છે કે કેટલીક વેબસાઇટ ધીમે-ધીમે સામાન્ય થઈ રહી છે, કારણકે સમસ્યાનું સમાધાન કરવામાં આવી રહ્યું છે. ક્લાઉડ સર્વિસ પ્રોવાઇડર આ ટેક્નિકલ ખામીને દુરુસ્ત કરવામાં લાગેલા છે. બીબીસી પ્રમાણે, ઇન્ટરનેટની આ સમસ્યા સ્થાનિક જણાઇ રહી છે. આ જ કારણ છે કે ફક્ત યૂરોપ અને અમેરિકામાં આની અસર જોવા મળી છે. એમેઝૉન વેબ સર્વિસેસ પર પણ આનો પ્રભાવ જોવા મળ્યો છે. ટ્વિટર પર કેટલાક વિશેષજ્ઞોંએ ઇન્ટરનેટનું સંપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફક્ત અમુક કંપનીઓના હાથમાં હોવાને લઈને પણ પ્રશ્ન ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે ક્યારેક નાનકડી મુશ્કેલી આ કારણે મોટું સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે.


Whatsapp-channel Whatsapp-channel

08 June, 2021 06:12 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK