Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > એચપી ૬૦૦૦ કર્મચારીની છટણી કરશે

એચપી ૬૦૦૦ કર્મચારીની છટણી કરશે

24 November, 2022 11:34 AM IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પર્સનલ કમ્પ્યુટર્સ અને લૅપટૉપ્સનાં વેચાણમાં ઘટાડાના કારણે કંપનીની રેવન્યુ પર અસર થતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)


વૉશિંગ્ટન (રૉયટર્સ) : ગ્લોબલ ટેક કંપનીઓ દ્વારા અત્યારે મોટા પાયે છટણી કરવામાં આવી રહી છે ત્યારે એચપી ઇન્કે ૨૦૨૫ના નાણાકીય વર્ષના અંત સુધીમાં દુનિયાભરમાં એના સ્ટાફના લગભગ ૧૨ ટકા એટલે કે ૬૦૦૦ કર્મચારીઓની હકાલપટ્ટી કરવાની મંગળવારે જાહેરાત કરી હતી. પર્સનલ કમ્પ્યુટર્સ અને લૅપટૉપ્સનાં વેચાણમાં ઘટાડાના કારણે કંપનીની રેવન્યુ પર અસર થતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. કંપનીના ચીફ ફાઇનૅન્શિયલ ઑફિસર મૅરી મીર્સે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ ૨૦૨૨ દરમ્યાન આપણે પડકારો જોયા છે અને જેમાંથી અનેક પડકારો ૨૦૨૩ના નાણાકીય વર્ષમાં પણ રહે એવી શક્યતા છે.

એચપીના અંદાજે ૫૦,૦૦૦ કર્મચારીઓ છે, જેમાંથી કંપની લગભગ ૬૦૦૦ની છટણી કરવા માગે છે. 



નોંધપાત્ર છે કે તાજેતરમાં ઍમેઝૉન, ફેસબુકની પેરન્ટ કંપની મેટા પ્લૅટફૉર્મ્સ ઇન્ક અને સિસ્કો સિસ્ટમ્સ ઇન્ક સહિત દુનિયાભરમાં અનેક ટેક કંપનીઓએ છટણીની જાહેરાત કરી છે. 


મહામારી દરમ્યાન વર્ક ફ્રૉમ હૉમ વર્કિંગ કલ્ચરના કારણે એચપીની પ્રોડક્ટ્સનું ખૂબ જ વેચાણ થયું હતું. જોકે હવે દુનિયાભરમાં મોંઘવારી વધી જતાં કંપનીઓ અને લોકોએ ખર્ચ ઘટાડવાની સાથે આ કંપનીની રેવન્યુ પર પણ અસર થઈ છે. 


Whatsapp-channel Whatsapp-channel

24 November, 2022 11:34 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK