Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > HIV પૉઝિટીવ મહિલા સાત મહિના સુધી કોરોનાવાઇરસથી સંક્રમિત રહી, ચોંકાવનારો કિસ્સો

HIV પૉઝિટીવ મહિલા સાત મહિના સુધી કોરોનાવાઇરસથી સંક્રમિત રહી, ચોંકાવનારો કિસ્સો

06 June, 2021 03:08 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

એચ.આય.વી સંક્રમિત મહિલા લગભગ સાત મહિનાથી કોરોના વાયરસથી સંક્રમિત હતી. આ દરમિયાન, સાર્સ-કોવ -2 વાયરસ તેના શરીરમાં લગભગ 32 વખત બદલાયો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


એચ.આય.વી સંક્રમિત મહિલા લગભગ સાત મહિનાથી કોરોના વાયરસથી સંક્રમિત હતી. આ દરમિયાન, સાર્સ-કોવ -2 વાયરસ તેના શરીરમાં લગભગ 32 વખત બદલાયો. આ મામલો દક્ષિણ આફ્રિકાનો છે. ડર્બનની ક્વાઝુલુ-નેટલ યુનિવર્સિટીના સંશોધકોએ આ વાતનો ખુલાસો કર્યો છે. સંશોધનકારોએ જણાવ્યું હતું કે 36 વર્ષીય મહિલાના શરીરમાં સ્પાઇક પ્રોટીનમાં 13 મ્યુટેશન જોવા મળ્યા હતા. આ પ્રોટીન એ જ છે જે કોરોનાવાઇરસ સામે પ્રતિકારક શક્તિ ઘડી આપણો બચાવ કરે છે. જો કે આ મહિલામાં જે મ્યુટેશન જોવા મળ્યું તે અન્ય લોકોમાં દેખાયું છે કે કેમ તેની કોઇ ચોખવટ નથી.

આ તે જ પ્રોટીન છે જે રોગપ્રતિકારક તંત્ર દ્વારા હુમલો કરતા કોરોના વાયરસથી સુરક્ષિત કરે છે જો કે, આ મહિલામાં હાજર પરિવર્તન અન્ય લોકોમાં ફેલાયું છે કે કેમ તે હજુ સુધી બહાર આવ્યું નથી. મૂળે વ્યક્તિની ઇમ્યુન સિસ્ટમ નબળી હોય તો તે જલ્દી જ કોરોનાની ચપેટમાં આવી જાય છે.  ખાસ કરીને ગંભીર બિમારી હોય તેવા દર્દીઓ માટે તો આ બહુ મોટું જોખમ છે કારણકે તે સંક્રમણ પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે. 



યુએસ ન્યૂઝ એજન્સી અનુસાર, આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે એચ.આય.વી સંક્રમિત રોગીઓની રોગપ્રતિકારક શક્તિને સમજવા માટે એક સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં 300 એચ.આય.વી સંક્રમિત મહિલાઓની પસંદગી કરાઇ. આ સમય દરમિયાન, મહિલાના શરીરમાં કોરોના વાયરસની જેનેટિક સંરચનામાં આશરે બે ડઝન પરિવર્તનનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. કારણ કે પીડિત મહિલામાં ચેપના સમાન્ય લક્ષણો હતા. સંશોધન દરમિયાન ચાર એચ.આય.વી સંક્રમિત લોકો મળ્યા જેમનાં કોરોનાનાં લક્ષણ એક મહિનાથી પણ વધુ વખતથી હતા. 


સંશોધનકારોએ દાવો કર્યો છે કે આ શોધ રોગચાળાને રોકવા માટે મહત્વપૂર્ણ છે. એચ.આય.વી અસરગ્રસ્ત દેશોમાં આવા દર્દીઓમાં વાયરસનો ફેલાવો અટકાવવા આ અભિયાનને વેગ અપાશે. કોરોના ચેપથી આફ્રિકન દેશોમાં પણ ખળભળાટ સર્જાયો છે. કોરોનાથી દક્ષિણ આફ્રિકાની હાલત ખરાબ હતી પણ હવે દક્ષિણ આફ્રિકામાં હવે કોરોનાનો ફેલાવો ઘટ્યો છે.

 


Whatsapp-channel Whatsapp-channel

06 June, 2021 03:08 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK