Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > Texas Firing:ટેક્સાસની એક શાળામાં અંધાધુંધ ફાયરિંગ, 18 બાળકો સહિત 21ના મોત

Texas Firing:ટેક્સાસની એક શાળામાં અંધાધુંધ ફાયરિંગ, 18 બાળકો સહિત 21ના મોત

25 May, 2022 10:38 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

એક 18 વર્ષીય વ્યક્તિ જેણે શાળામાં ગોળીબાર કર્યો હતો તેને પોલીસકર્મીઓએ ઠાર માર્યો છે.

તસવીર: PTI

Texas Firing

તસવીર: PTI


અમેરિકાના ટેક્સાસ (Texas Firing)ની એક સ્કૂલમાં થયેલા ગોળીબારમાં 18 બાળકો સહિત 21 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. સીએનએન અનુસાર, એક 18 વર્ષીય વ્યક્તિ જેણે શાળામાં ગોળીબાર કર્યો હતો તેને પોલીસકર્મીઓએ ઠાર માર્યો છે. ફાયરિંગ કરનાર વ્યક્તિનું નામ સાલ્વાડોર રામોસ જણાવવામાં આવી રહ્યું છે.

રૉબની પ્રાથમિક શાળામાં ફાયરિંગ
ન્યૂઝ એજન્સી એપી અનુસાર, બંદૂકધારી હેન્ડગન અને રાઈફલ સાથે રૉબ એલિમેન્ટરી સ્કૂલમાં ઘૂસ્યો અને તેણે બાળકો પર ગોળીઓ ચલાવવાનું શરૂ કર્યું. કહેવાય છે કે ફાયરિંગમાં મૃત્યુ પામેલા બાળકોની ઉંમર 7 થી 10 વર્ષની વચ્ચે હતી. બધા બીજા, ત્રીજા અને ચોથા ધોરણના વિદ્યાર્થીઓ હતા.



18 વર્ષના યુવકે ફાયરિંગ કર્યું
ટેક્સાસના ગવર્નર ગ્રેડ એબોટે જણાવ્યું હતું કે ગોળીબાર ટેક્સાસના ઉવાલ્ડે શહેરમાં થયો હતો. તેણે જણાવ્યું કે રોબ એલિમેન્ટરી સ્કૂલમાં 18 વર્ષના એક વ્યક્તિએ માસૂમ બાળકો પર ગોળીબાર કર્યો. આ ઘટના બપોરના સમયે બની હતી. ફાયરિંગના સમાચાર સ્થાનિક પ્રશાસનને મળતા જ તરત જ ફોર્સ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી


.


જો બાઈડને આ ઘટના પર શોક વ્યક્ત કર્યો 
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું અને કહ્યું હતું કે, એક રાષ્ટ્ર તરીકે આપણે પૂછવું પડશે કે ભગવાનના નામે આપણે ક્યારે ગન લોબી સામે ઉભા રહીશું અને આપણે શું કરવાની જરૂર છે? ફરી ક્યારેય જોઈશું નહીં.

Whatsapp-channel Whatsapp-channel

25 May, 2022 10:38 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK