આ આંચકા 6.1 તીવ્રતાના હતા. હાલ ભૂકંપને કારણે નુકસાનની સ્પષ્ટ માહિતી સામે આવી નથી. યૂએસ જિયોલૉજિકલ સર્વે (USGS) પ્રમાણે, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના દક્ષિણપૂર્વમાં હતા.

પ્રતીકાત્મક તસવીર
Earthquake in Afghanistan Pakistan: ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં આજે સવારે ભૂકંપ આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે, આ આંચકા 6.1 તીવ્રતાના હતા. હાલ ભૂકંપને કારણે નુકસાનની સ્પષ્ટ માહિતી સામે આવી નથી. યૂએસ જિયોલૉજિકલ સર્વે (USGS) પ્રમાણે, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના દક્ષિણપૂર્વમાં હતા.
અફઘાનિસ્તાન (Afghanistan)માં ભયાનક ભૂકંપ (Earthquake)આવવાથી 130થી વધારે લોકોના મોત થયા છે. ભૂકંપની તીવ્રતા 6.1 મેગ્નીટ્યૂડ કહેવામાં આવી રહી છે. ન્યૂઝ એજન્સી રાયટર્સના હવાલે આ સમાચાર છે કે અફઘાનિસ્તાનમાં તીવ્ર ભૂકંપ આવવાથી 255 લોકોના મોત થયા છે. રાહત તેમજ બચાવ કાર્ય માટે એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. લોકોને બચાવવા અને ઇજાગ્રસ્તોને હૉસ્પિટલમાં પહોંચાડવાનું કામ ચાલુ છે.
અમેરિકન ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ (USGS)એ કહ્યું કે બુધવારે 6.1 તીવ્રતાના ભૂકંપે ગીચ વસ્તી ધરાવતા અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના કેટલાક ભાગ હલબલાવી દીધા. અફઘાન અધિકારીઓએ કહ્યું કે ઇજાગ્રસ્તોની શક્યતા છે. યૂએસજીએસ પ્રમાણે, ભૂકંપ દક્ષિણપૂર્વી અફઘાનિસ્તાનના ખોસ્ત શહેરથી લગભગ 44 કિમી (27 માઇલ) દૂર 51 કિમીની ઊંડાઇએ આવ્યો. તાલિબાન પ્રશાસનના પ્રાકૃતિક આપત્તિ મંત્રાલયના પ્રમુખ, મોહમ્મદ નસીમ હક્કાનીએ કહ્યું કે તે આગળની તપાસ બાદ અપડેટ આપશે.
પાકિસ્તાનની મીડિયા પ્રમાણે, ભૂકંપના આંચકા ત્યાં ઇસ્લામાબાદ સહિત અન્ય શહેરોમાં પણ અનુભવાયા. સોશિયલ મીડિયા પર પણ લોકો ભૂકંપની વાતો કરી રહ્યા છે. લોકોએ લખ્યું કે ભૂકંપના આ આંચકા અમુક સેકેન્ડ સુધી અનુભવાયા હતા. પણ તેને કારણે લોકો ગભરાીને અહીંથી ત્યાં દોડાદોડ કરવા માંડ્યા.