Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ચાઇનીઝ ડ્રેગન જળ અને જમીન ભરડામાં લઈ રહ્યો છે

ચાઇનીઝ ડ્રેગન જળ અને જમીન ભરડામાં લઈ રહ્યો છે

19 November, 2021 01:52 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અરુણાચલ પ્રદેશમાં અને ભૂતાનની જમીન પર જમાવ્યો કબજો તો ફિલિપીન્સની બોટ્સ પર વૉટર કૅનનનો મારો ચલાવ્યો

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


નવી દિલ્હીઃ ચીને સરહદ પર તણાવ ઘટાડવા માટે ગઈ કાલે ભારતની સાથે ૧૪માં તબક્કાની વાતચીત કરી હતી એવા સમયે આ પાડોશી દેશના બદઇરાદા રજૂ થયા હતા. કેટલીક સેટેલાઇટ ઇમેજીઝ પરથી ખ્યાલ આવે છે કે, ચીને અરુણાચલ પ્રદેશમાં ઓછામાં ઓછા ૬૦ બિલ્ડિંગ્ઝનું ક્લસ્ટર બાંધ્યું છે.  
ચીનનું આ બીજું બાંધકામ વાસ્તવિક નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદની વચ્ચેના ક્ષેત્રમાં ભારતની અંદર લગભગ છ કિલોમીટરે છે. ભારત હંમેશા આ વિસ્તાર પોતાનો હોવાનો દાવો કરે છે. 
અરુણાચલ પ્રદેશના શિ-યોમી જિલ્લાની આ ઇમેજીઝમાં ન ફક્ત ડઝનેક બિલ્ડિંગ્ઝ, પરંતુ એક સ્ટ્રક્ચરની છત પર ચીનનો ધ્વજ પણ જોવા મળે છે. પોતાનો વિશાળ ધ્વજ મૂકીને ચીન જાણે આ પ્રદેશ પોતાનો હોવાનો દાવો કરી રહ્યું છે. ચીન ભારત સહિત એના તમામ પાડોશી દેશોની જમીન પચાવી પાડવા સતત પ્રયાસ કરે છે. હવે ચીને ભૂતાનના પ્રદેશમાં ગામડાં ઊભાં કર્યાં છે. કેટલીક નવી સૅટેલાઇટ ઇમેજિસથી એનો ખુલાસો થયો છે. લગભગ ૧૦૦ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં અનેક નવાં ગામો જોવા મળે છે. આ વિવાદાસ્પદ જમીન ડોકલામ પાસે છે કે જ્યાં ૨૦૧૭માં ભારત અને ચીનની વચ્ચે ઘર્ષણ થયું હતું. 
ભૂતાનની જમીન પર ચીનનું નવું બાંધકામ ભારત માટે ચિંતાજનક છે. ભૂતાનની જમીન પર ચીને મે ૨૦૨૦થી નવેમ્બર ૨૦૨૧ દરમિયાન આ ગામડાં ઊભાં કર્યાં છે. 
જમીન સિવાય જળ પર પણ ચીન વિવાદ સરજી રહ્યું છે. ફિલિપીન્સે આરોપ મૂક્યો છે કે વિવાદિત સાઉથ ચાઇના સીમાં એની મિલિટરીના જવાનો અને અધિકારીઓને સપ્લાય પૂરી પાડવા માટેની એની બોટ્સ પર ચાઇનીઝ કોસ્ટ ગાર્ડના જહાજો પરથી વૉટર કૅનનનો મારો ચલાવવામાં આવ્યો હતો. ફિલિપીન્સે આ ઘટના સામે સખત વાંધો ઉઠાવ્યો છે. 


Whatsapp-channel Whatsapp-channel

19 November, 2021 01:52 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK