° °

આજનું ઇ-પેપર
Saturday, 03 December, 2022


ચીનમાં છ મહિનામાં કોરોનાથી પ્રથમ મોત, આકરાં નિયંત્રણોની વિરુદ્ધ લોકોમાં આક્રોશ ચરમસીમાએ

21 November, 2022 10:34 AM IST | Beijing
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બીજિંગમાં ૮૭ વર્ષના એક વૃદ્ધનું મૃત્યુ થયું હોવાનું નૅશનલ હેલ્થ કમિશન દ્વારા જણાવાયું છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર

ચીને છેલ્લા છ મહિનામાં કોરોનાથી સૌપ્રથમ નવા મૃત્યુની ગઈ કાલે જાહેરાત કરી હતી. અત્યારે બીજિંગ અને સમગ્ર દેશમાં કોરોનાને ફેલાતો રોકવા માટે કડક નવાં નિયંત્રણો લાદવામાં આવ્યાં છે.

બીજિંગમાં ૮૭ વર્ષના એક વૃદ્ધનું મૃત્યુ થયું હોવાનું નૅશનલ હેલ્થ કમિશન દ્વારા જણાવાયું છે. જે ૨૬મી મેથી અત્યાર સુધીમાં કોરોનાથી સૌપ્રથમ મૃત્યુ છે. આ સાથે જ આ દેશમાં કોરોનાને કારણે જીવ ગુમાવનારી વ્યક્તિઓની સંખ્યા ૫૨૨૭ પર પહોંચી છે.  

ચીન લૉકડાઉન્સ, ક્વૉરન્ટીન, કેસ ટ્રેસિંગ અને સામૂહિક ટેસ્ટિંગ દ્વારા ઇન્ફેક્શન્સનો સફાયો કરવા માટે વ્યાપકપણે નિયંત્રણો મૂકી રહ્યું છે. જેનાથી જનજીવન અને ઇકૉનૉમીને અસર થાય છે તેમ જ ઑથોરિટીની વિરુદ્ધ લોકોમાં આક્રોશ જાગ્યો હોવા છતાં નિયંત્રણોમાં સહેજ પણ ઢીલાશ રાખવામાં આવતી નથી.

દરમ્યાનમાં વૉશિંગ્ટન બેઝ્ડ થિંકટૅન્ક ફ્રીડમ હાઉસના એક રિપોર્ટ અનુસાર ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીની સરમુખત્યારશાહીની વિરુદ્ધ હવે વધુને વધુ લોકો અવાજ ઉઠાવી રહ્યા છે. આ રિપોર્ટ અનુસાર સરકારની વિરુદ્ધ પ્રદર્શનો વધી રહ્યાં છે અને સરકાર દ્વારા એટલી જ તાકાતથી એને દબાવવામાં આવી રહ્યાં છે ત્યારે ઘર્ષણમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે.

ચીનના હૈઝુ જિલ્લામાં ગુઆન્ગઝૂમાં આક્રોશ વ્યક્ત કરતા લોકોના વિડિયોઝ સોશ્યલ મીડિયા પર જોવા મળ્યા હતા. સેંકડો પ્રદર્શનકર્તાઓ સ્ટ્રીટ્સ પર જોવા મળ્યા હતા અને પોલીસ તેમને આગળ વધતાં રોકતી હતી. ચીનમાં કોરોનાના કેસિસને કારણે લાદવામાં આવતા લૉકડાઉનનો લોકો દ્વારા ખૂબ જ વિરોધ કરવામાં આવી રહ્યો છે.

ચીનમાં ટ્વિટર જેવા સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ વીબો પર ‘તોફાનો’ અને ‘વિરોધ’ જેવા ટૉપિક્સ પરના હૅશટૅગ્સ ધરાવતી કોઈ પણ પોસ્ટ્સનો ઇન્ટરનેટ પોલીસ ડિપાર્ટમેન્ટ સફાયો કરી રહ્યો છે. 
આ વર્ષે ૧૮મી મેથી અત્યાર સુધીમાં ચીનમાં સરકારની વિરુદ્ધ ઓછામાં ઓછા ૭૩૫ દેખાવો, પ્રદર્શનો અને રૅલી યોજાયાં હતાં. કોરોનાને રોકવા માટે લાદવામાં આવતાં નિયંત્રણો સિવાય ચીનના લોકો હાઉસિંગ પ્રોજેક્ટ્સમાં વિલંબ, સરકાર દ્વારા હિંસા, છેતરપિંડીની ઘટનાઓ અને સ્કૂલના શિક્ષણને લઈને વિવાદોને કારણે પણ લોકોમાં સરકારના પ્રત્યે આક્રોશની લાગણી છે. 

21 November, 2022 10:34 AM IST | Beijing | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ઈન્ટરનેશનલ સમાચાર

બૉર્ડર પર તૈયારી, પાકિસ્તાન સાથે મિલીભગત, દરિયામાં હરકત

ચીન ભારતની વિરુદ્ધ વ્યાપક તૈયારી કરી રહ્યું હોવાનું અમેરિકન સંરક્ષણ મંત્રાલયના રિપોર્ટમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે

02 December, 2022 09:09 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ઈન્ટરનેશનલ સમાચાર

ભારત સાથેના અમારા સંબંધોમાં હસ્તક્ષેપ ન કરતા : ચીને આકરી ચેતવણી આપી છે અમેરિકાને

વર્ષ ૨૦૨૧ દરમ્યાન પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)એ લાઇન ઑફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (એલએસી) પર સૈન્ય તહેનાત રાખવાનું તેમ જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું બાંધકામ ચાલું રાખ્યું હતું.

01 December, 2022 10:02 IST | Washington | Gujarati Mid-day Correspondent
ઈન્ટરનેશનલ સમાચાર

World AIDS Day 2022: દરવર્ષે કેમ ઉજવવામાં આવે છે આ દિવસ? જાણો મહત્વ અને ઇતિહાસ

આખા વિશ્વમાં 1 ડિસેમ્બરના `વર્લ્ડ એઇડ્સ ડે` (World AIDS Day) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ એડ્સ પ્રત્યે લોકોને જાગૃત કરવા અને તે લોકોને યાદ કરવા માટે ઉજવવામાં આવે છે, જેમની આ રોગ થકી મૃત્યુ થઈ છે.

01 December, 2022 10:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK