° °

આજનું ઇ-પેપર
Friday, 25 June, 2021


ચીને માઉન્ટ એવરેસ્ટનો ઉત્તરનો માર્ગ ખોલ્યો: પર્વતારોહકોને કોવિડ ટેસ્ટિંગ પછી જવાની છૂટ

08 May, 2021 10:13 AM IST | Beijing | Gujarati Mid-day Correspondent

માર્ગ ખૂલતાં ૩૮ પર્વતારોહકો કોવિડ-ટેસ્ટ કરાવ્યા પછી આગળ વધશે

માઉન્ટ એવરેસ્ટ

માઉન્ટ એવરેસ્ટ

ચીનની સરકારે ગઈ કાલે માઉન્ટ એવરેસ્ટનો ઉત્તર તરફનો માર્ગ ખોલ્યો હતો. માર્ગ ખૂલતાં ૩૮ પર્વતારોહકો કોવિડ-ટેસ્ટ કરાવ્યા પછી આગળ વધશે. કોરોના રોગચાળાને કારણે ગયા વર્ષે નેપાલ અને ચીને માઉન્ટ એવરેસ્ટના આરોહણના માર્ગો વિદેશી પર્વતારોહકો માટે બંધ કર્યા હતા. ચીની પરમિટ પર માઉન્ટ એવરેસ્ટ ચડતા પર્વતારોહકોને આરોગ્યની કોઈ વ્યાધિ નહીં હોવાનું પ્રમાણપત્ર હોય તો જ તેઓ આગળ વધી શકશે. તેમણે નિયમિત ટેમ્પરેચર ચેક કરાવતા રહેવું પડશે, બોટલ્ડ ઑક્સિજન વાપરવાનો રહેશે અને શિખર પર પર્વતારોહકોએ એકબીજાથી ૧૩ ફુટનું અંતર જાળવવાનું રહેશે.

જોકે આ વર્ષે રોગચાળાની સેકન્ડ વેવમાં દરદીઓની સંખ્યા વધતી હોવા છતાં નેપાલે વિદેશી પર્વતારોહકોને માઉન્ટ એવરેસ્ટ ચડવાની છૂટ આપી હતી. એમાં નૉર્વેના એક પર્વતારોહકને ઇન્ફેક્શન લાગ્યું હતું.

08 May, 2021 10:13 AM IST | Beijing | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ઈન્ટરનેશનલ સમાચાર

૮૫ દેશોમાં ડેલ્ટા વેરિઅન્ટ : વધુ તીવ્રતાથી ફેલાવાની શક્યતા

આલ્ફા વેરિઅન્ટ ૧૭૦ દેશોમાં, બીટા વેરિઅન્ટ ૧૧૯ દેશોમાં, ગામા વેરિઅન્ટ ૭૧ દેશોમાં અને ડેલ્ટા વેરિઅન્ટ ૮૫ દેશોમાં છે

25 June, 2021 01:38 IST | United Nations | Gujarati Mid-day Correspondent
ઈન્ટરનેશનલ સમાચાર

દરેક વેરિઅન્ટ સામે હવે અસરદાર યુનિવર્સલ વૅક્સિન આવી રહી છે

આ વૅક્સિન અંતિમ તબક્કામાંથી પસાર થઈ રહી છે

24 June, 2021 10:53 IST | Washington | Gujarati Mid-day Correspondent
ઈન્ટરનેશનલ સમાચાર

વૉરન બફેટે બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના ટ્રસ્ટી પદેથી આપ્યું રાજીનામું

વૉરન બફેટે બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના ટ્રસ્ટી પદેથી રાજીનામું આપી દીધુ છે.

23 June, 2021 07:55 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK