° °

આજનું ઇ-પેપર
Saturday, 19 June, 2021


બ્રિટીશ છોકરી સાથે જબરજસ્તી લગ્ન કરવા ન મળતા પાકિસ્તાની ગુંડાએ તેની મારી નાખી

05 May, 2021 06:28 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ ગુંડો બ્રિટીશ વિદ્યાર્થિની સાથે જબરજસ્તી પરણવા માગતો હતો અને પરિણામ ભોગવવાની ધમકી આપી રહ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે સ્થાનિક પોલીસ પણ આ ગુંડા સાથે મળેલી હતી.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

બ્રિટેનથી પાકિસ્તાન આવેલી એક છોકરીની પાકિસ્તાની ગુંડાઓએ હત્યા કરી દીધી. આ ગુંડો બ્રિટીશ વિદ્યાર્થિની સાથે જબરજસ્તી પરણવા માગતો હતો અને પરિણામ ભોગવવાની ધમકી આપી રહ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે સ્થાનિક પોલીસ પણ આ ગુંડા સાથે મળેલી હતી.

પાકિસ્તાનના લાહોર શહેરમાં એક બ્રિટીશ વિદ્યાર્થિની માહિરા ઝુલ્ફિકાર(26)ની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી. પીડિત એક મિત્રના લગ્નમાં પાકિસ્તાન આવી હતી પણ બ્રિટેનમાં ક્વૉરન્ટીનની ભારે ભરખમ ફી ભર્યા પછી તે પાકિસ્તાનમાં જ રોકાઇ હતી.

બ્રિટેનમાં કાયદાકીય સ્ટડી કરનારી માહિરા દક્ષિણ-પશ્ચિમ લંડનમાં રહેતી હતી. તે સોમવારે લાહોરના ડિફેન્સ જિલ્લામાં મૃત મળી. સ્થાનિક મીડિયા પ્રમાણે સોમવારની સવારે 4 હુમલાખોરો કહેવાતી રીતે માહિરાના બેડરૂમમાં ઘુસ્યા અને તેની ગોળી મારીને હત્યા કરી દીધી. માયરા પોતાની ફ્રેન્ડ તબસ્સુમના લગ્નમાં જવા માટે પાકિસ્તાન ગઈ હતી.

સાદ અને જહિર બન્ને સાથે મળેલી છે લાહોર પોલીસ
બ્રિટેનના પાકિસ્તાનને કોરોના વાયરસ રેડ લિસ્ટમાં નાખ્યા પછી માહિરાએ લાહોરમાં જ પોતાની દાદી પાસે રોકોવાનો નિર્ણય લીધો. તેને આશા હતી કે આવતા મહિના સુધી પાકિસ્તાનને રેડ લિસ્ટમાંથી હટાવી દેવામાં આવશે અને તે ક્વૉરન્ટાઇનની ભારે ભરખમ ફી આપ્યા વગર જ બ્રિટેન પાછી જશે. લાહોરમાં રહેનારા સ્થાનિક ગુંડા સાદ અને જહીર માહિરાને પરેશાન કરતા હતા અને કેટલીય વાર કાર્યવાહીની ફરિયાદ પછી પણ પોલીસે કોઇ એક્શન લીધું નહોતું.

કહેવામાં આવી રહ્યું છે કે લાહોર પોલીસ સાદ અને જહીર બન્ને સાથે મળેલી હતી. સાદ અને જહીર બન્ને માહિરા સાથે જબરજસ્તી લગ્ન કરવા માગતા હતા. આ માટે તે માહિરાને ધમકાવતા પણ હતા. જો કે, માહિરાને આ સ્વીકૃત નહોતું. પોલીસે અપરાધીઓને પકડવાને બદલે માહિરા સાથે રહેતી છોકરીને અટકમાં લીધી. માહિકાને બે ગોળી લાગી હતી અને તેનો આખો રૂમ લોહીથી ભરાયેલો હતો.

05 May, 2021 06:28 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ઈન્ટરનેશનલ સમાચાર

કોવૅક્સિનને ડબલ્યુએચઓની મંજૂરી જલદી મળવાની શક્યતા

કોરોના સામે લડવા માટે અત્યારે વૅક્સિનેશનને સૌથી પ્રભાવશાળી હથિયાર માનવામાં આવી રહ્યું છે. અમેરિકા, બ્રિટન, રશિયા, ચીન જેવા દેશોએ પોતાની વેક્સિન બનાવી છે અને પૂરજોશમાં વૅક્સિનેશન કરી રહ્યા છે.

18 June, 2021 01:05 IST | Geneva | Gujarati Mid-day Correspondent
ઈન્ટરનેશનલ સમાચાર

વિશ્વનો મોટો પરિવાર ધરાવતા વૃદ્ધનું નિધન, છતાં નથી થયા અંતિમ સંસ્કાર, જાણો કારણ

વિશ્વના સૌથી મોટા પરિવારના વૃદ્ધ તરીકે જાણીતા મિઝોરમના જિયોના ચાના ઉર્ફ જિયોન-એના નિધનના 36 કલાક પછી પણ તેમના અંતિમ સંસ્કાર થઈ શક્યા નથી.

15 June, 2021 04:53 IST | Mizoram | Gujarati Mid-day Online Correspondent
ઈન્ટરનેશનલ સમાચાર

ચીનમાં કોવિડ-19 જેવો નવો વાઇરસ શોધાયો

ચામાચીડિયામાં નવા પ્રકારનો કોરોના વાઇરસ મળ્યાનો વિજ્ઞાનીઓનો દાવો છે કે પછી ચીનની આ કોઈ નવી ચાલાકી છે?

15 June, 2021 01:31 IST | Beijing | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK