° °

આજનું ઇ-પેપર
Saturday, 08 May, 2021


Steve Jobs માટે પહેલા પ્રેમ, પછી નફરત કેમ, બિલ ગેટ્સનો ખુલાસો

08 July, 2019 04:05 PM IST |

Steve Jobs માટે પહેલા પ્રેમ, પછી નફરત કેમ, બિલ ગેટ્સનો ખુલાસો

Steve Jobs માટે પહેલા પ્રેમ, પછી નફરત કેમ, બિલ ગેટ્સનો ખુલાસો

માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સે CNN સાતે વાતચીતમાં એપલના સંસ્થાપક સ્ટીવ જોબ્સ વિશે ખુલીને વાતચીત કરી. તેમણે કહ્યું કે,'સ્ટીવ કમાલના વ્યક્તિ હતા. ટેલેન્ટ શોધવાની તેમની કળા અકલ્પની હતી. તે હંમેશા મોટિવેટેડ રહેતા હતા અને પોતાના કર્મચારીઓને પણ મોટિવેટેડ રાખતા હતા. તેમની સાથે કામ કરનાર લોકો ક્યારેય નહોતા થાકતા. તેમની પ્રતિભા એવી હતી કે એપલના કર્મચારીઓ કલાકોના કલાકો કામ કરતા તેમ છતાંય ફરિયાદ નોહતા કરતા.' આ ઉપરાંત બિલ ગેટ્સે સ્ટીવી જોબ્સના ડિઝાઈનિંગના પણ વખાણ કર્યા.

80ના દાયકામાં બંનેએ પોત પોતાની કંપનીની શરૂઆત કરી હતી. તે સમયે આ બંને એકબીજાના સૌથી મોટા ટીકાકાર અને કોમ્પિટિટર માનવામાં આવતા હતા. જો કે પાછળથી બંને સારા મિત્રો બન્યા હતા. બિલ ગેટ્સે કહ્યું કે એક સયમ એવો પણ હતો કે સ્ટીવના ગયા બાદ એપલ બંધ હોવાની સ્થિતિ પર હતી, પરંતુ સ્ટીવે કંપનીને બચાવી હતી. તેમણે એટલે સુધી કહ્યું કે સ્ટીવ જાદુગર જેવા હતા, તે જાદુ કરતા અને લોકો બસ જોતા રહેતા હતા.

આ પણ વાંચોઃ Asus 6Z એ લોન્ચ કર્યો સ્માર્ટ કેમેરાવાળો ફોન, જાણો કેટલી છે કિંમત

ઉલ્લેખનીય છે 2011માં કેન્સરના કારણે સ્ટવી જોબ્સનું નિધન થયું હતું. જે બા ટીમ કુક એપલના સીઈઓ બન્યા અને તેમણે આ કંપનીને 1 ટ્રિલિયન ડૉલરની કંપની બનાવી. પાછલા કેટલાક દિવસોમાં એપના ચીફ ડિઝાઈનર જ઼ૉની ઈવ કંપનીને અલવિદા કહી ચૂક્યા છે. બિલ ગેટ્સે કહ્યું કે, '1997માં જ્યારે સ્ટીવ એપલમાં બીજી વખત આવ્યા ત્યારે તેમણે જૉની પસંદ કર્યા અને પરિવર્તનની શરૂઆત થઈ. 19898માં જ઼નીએ ઐતિહાસિક iMac ડિઝાઈન કર્યું, જે સૌથી મોટી સફળતા હતી. બાદમાં તેમણે iPod, iPhone, iPad ડિઝાઈન કર્યા.'

08 July, 2019 04:05 PM IST |

અન્ય લેખો

ઈન્ટરનેશનલ સમાચાર

બ્રિટિશ અધિકારીઓ કોવિડના એક ભારતીય વેરિઅન્ટથી ખૂબ ચિંતિત

કોવિડ-19ના ભારતીય વેરિઅન્ટનો એક પ્રકાર B.1.617.2 અન્ય બે વેરિઅન્ટ કરતાં વધુ ઝડપથી પ્રસાર પામે છે

08 May, 2021 10:28 IST | London | Gujarati Mid-day Correspondent
ઈન્ટરનેશનલ સમાચાર

ચીને માઉન્ટ એવરેસ્ટનો ઉત્તરનો માર્ગ ખોલ્યો

માર્ગ ખૂલતાં ૩૮ પર્વતારોહકો કોવિડ-ટેસ્ટ કરાવ્યા પછી આગળ વધશે

08 May, 2021 10:04 IST | Beijing | Gujarati Mid-day Correspondent
ઈન્ટરનેશનલ સમાચાર

બિલ ગેટ્સના કેસ્કેડ ઇન્વેસ્ટમેન્ટમાંથી મેલિન્ડા ગેટ્સને અબજો ડૉલર મળ્યા

બિલ ગેટ્સ દ્વારા બનાવવામાં આવેલી હોલ્ડિંગ કંપની કેસ્કેડ ઇન્વેસ્ટમેન્ટે મેક્સિકોની બે અગ્રણી કંપનીઓના સ્ટૉક્સ મેલિન્ડા ફ્રેન્ચ ગેટ્સને ટ્રાન્સફર કર્યા હતા, જે સાથે છેલ્લા કેટલાક દિવસોમાં મેલિન્ડાએ મેળવેલી કુલ રકમ બે અબજ ડૉલર કરતાં વધુ થઈ છે.

07 May, 2021 12:11 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK