° °

આજનું ઇ-પેપર
Monday, 06 December, 2021


બિલ ગેટ્‌સ અને મેલિન્ડા ગેટ્‌સ છૂટા પડશે, ડિવોર્સ લેવાની જાહેરાત કરી

05 May, 2021 03:02 PM IST | USA | Agency

માઇક્રોસોફ્ટના સહસ્થાપક અને દુનિયાના સૌથી ધનવાન લોકોમાં સામેલ બિલ ગેટ્‌સ અને તેમની પત્ની મેલિન્ડા ગેટ્‌સએ પોતાના લગ્નના લગભગ ૨૭ વર્ષ બાદ અલગ થવાનો નિર્ણય કર્યો છે.

બિલ ગેટ્‌સ અને મેલિન્ડા

બિલ ગેટ્‌સ અને મેલિન્ડા

માઇક્રોસોફ્ટના સહસ્થાપક અને દુનિયાના સૌથી ધનવાન લોકોમાં સામેલ બિલ ગેટ્‌સ અને તેમની પત્ની મેલિન્ડા ગેટ્‌સએ પોતાના લગ્નના લગભગ ૨૭ વર્ષ બાદ અલગ થવાનો નિર્ણય કર્યો છે. બિલ ગેટ્‌સે ટ્વીટ કરીને આ વિશે જાણકારી આપી છે. તેમણે પોતાના ડિવોર્સની જાણકારી આપતા કહ્યું કે ઘણા વિચારવિમર્શ અને અમારા સંબંધ પર કામ કર્યા બાદ અમે ડિવોર્સ લેવાનો નિર્ણય કર્યો છે. તેમેણે ટ્વિટર પર એક નિવેદન જાહેર કર્યું છે જેમાં આ વાત લખી છે.

તેમણે આગળ લખ્યું છે કે વીતેલા ૨૭ વર્ષોમાં અમે ત્રણ બાળકોનો ઉછેર કર્યો અને એક ઉત્કૃષ્ઠ સંસ્થા બનાવી છે. તેઓ બિલ ગેટ્‌સ બિલ એન્ડ મેલિન્ડા ફાઉન્ડેશન નામની સંસ્થા ચલાવે છે.

હવે એ વાત સ્વાભાવિક છે કે એક સમયે દુનિયાના સૌથી ધનવાન માણસના ડિવોર્સ થઈ રહ્યા હોય તો સંપત્તિના ભાગલાને લઈને લોકોને જિજ્ઞાસા થવાની. ફૉર્બ્સની ૩૫મી યાદી પ્રમાણે બિલ ગેટ્‌સ પાસે અત્યારે લગભગ ૧૨૪ બિલ્યન ડૉલરની સંપત્તિ છે. તેઓ અત્યારે દુનિયાના ચોથા નંબરની સૌથી ધનવાન વ્યક્તિ છે. આ લિસ્ટમાં પહેલા સ્થાને અત્યારે જેફ બેજોસ છે. 

થોડા મહિના પહેલાં જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટ પ્રમાણે બિલ ગેટ્‌સની દર સેકન્ડની કમાણી ૧૨ હજાર ૫૪ રૂપિયા એટલે કે એક દિવસની કમાણી ૧૦૨ કરોડ રૂપિયા છે. આ હિસાબથી જો તેઓ દરરોજ ૬.૫ કરોડનો ખર્ચ કરે તો પણ તેમને તમામ રૂપિયા ખર્ચ કરવામાં ૨૧૮ વર્ષ લાગશે.  

05 May, 2021 03:02 PM IST | USA | Agency

અન્ય લેખો

ઈન્ટરનેશનલ સમાચાર

માણસોમાંથી પ્રાણીઓને કોરોનાનો ચેપ લાગે છે ત્યારે નવો વેરિઅન્ટ સર્જાઈ શકે

ઓમાઇક્રોન વેરિઅન્ટ ઉંદરમાં ઇવૉલ્વ થયો હોઈ શકે

06 December, 2021 08:53 IST | Washington | Gujarati Mid-day Correspondent
ઈન્ટરનેશનલ સમાચાર

ઓમાઇક્રોન નામ કેમ પાડ્યું?

સાઇબેરિયન બિઝનેસમૅને ડબ્લ્યુએચઓ વિરુદ્ધ દાવો માંડ્યો

06 December, 2021 08:49 IST | Moscow | Gujarati Mid-day Correspondent
ઈન્ટરનેશનલ સમાચાર

અમેરિકામાં ગેરકાયદે એન્ટર થવા બદલ ત્રણ ગુજરાતીની ધરપકડ

૨૪ નવેમ્બરે અમેરિકાના વર્જિન આઇલૅન્ડમાં સેન્ટ ક્રોઇક્સ ઍરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી

05 December, 2021 08:49 IST | Washington | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK