° °

આજનું ઇ-પેપર
Monday, 06 February, 2023


મુંબઈની ઘટના બાદ દક્ષિણ કોરિયાએ જાહેર કરી એડવાઝરી, જાણો શું કહ્યું?

02 December, 2022 01:21 PM IST | South Korea
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

દક્ષિણ કોરિયાની એમ્બેસીએ ભારતમાં પોતાના નાગરિકોને સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાત્રે બહાર ન નીકળવાની અપીલ કરી છે. એવું કહેવાય છે કે ભારતીય શહેરોમાં રાત્રે બહાર નીકળવું સલામત નથી.

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)

મુંબઈ(Mumbai)ની એક શેરીમાં કોરિયન મહિલા (Korean Girl)સાથે છેડતી અને દુર્વ્યવહારની ઘટના બાદ દક્ષિણ કોરિયા(South Korea)એ તેના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે. દક્ષિણ કોરિયાની એમ્બેસીએ ભારતમાં પોતાના નાગરિકોને સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાત્રે બહાર ન નીકળવાની અપીલ કરી છે. એવું કહેવાય છે કે ભારતીય શહેરોમાં રાત્રે બહાર નીકળવું સલામત નથી.

હકીકતમાં, તાજેતરમાં જ મુંબઈમાં દક્ષિણ કોરિયાની એક મહિલા સાથે છેડતીની ઘટના સામે આવી છે. રાત્રે લગભગ આઠ વાગ્યે તે મુંબઈના ઉપનગરીય ખાર વિસ્તારમાં `લાઈવસ્ટ્રીમિંગ` કરી રહી હતી. આ દરમિયાન એક યુવક મહિલાની ખૂબ નજીક આવ્યો અને તેનો હાથ પકડીને તેને ખેંચવાનો પ્રયાસ કર્યો. આ પછી તે પણ મહિલાની પાછળ ગયો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકોએ મહિલાને હેરાન કરનારાઓની ધરપકડ કરવાની માંગ કરી હતી. જે બાદ પોલીસે બંનેની ધરપકડ કરી હતી.

વિદેશ મંત્રાલયે શું કહ્યું?
આ દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે દક્ષિણ કોરિયાના દૂતાવાસે હજુ સુધી અમારો સંપર્ક કર્યો છે કે કેમ તે અંગે કોઈ માહિતી નથી. જો કે, તેમણે ઘટના વિશે કહ્યું કે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા મહિલાને પૂરતી સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે. જો વિદેશ મંત્રાલયે આ મામલામાં હસ્તક્ષેપ કરવાની જરૂર પડશે તો અમે ચોક્કસપણે તેના પર ધ્યાન આપીશું.

પોલીસની કાર્યવાહીથી ખુશ કોરિયન મહિલા
આ ઘટના બાદ દક્ષિણ કોરિયાની મહિલા યુટ્યુબરે પોતાના નિવેદનમાં કહ્યું છે કે તે પોલીસની કાર્યવાહીથી ખુશ છે. ANI સાથે વાત કરતા YouTuber Hyojeong Parkએ કહ્યું કે મારી સાથે અગાઉ અન્ય દેશમાં પણ આવું બન્યું હતું પરંતુ તે સમયે પોલીસને ફોન કરી શકી ન હતી. બીજી તરફ ભારતમાં ખૂબ જ ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેણીએ વધુમાં જણાવ્યું હતું કે તે છેલ્લા ત્રણ અઠવાડિયાથી મુંબઈમાં છે અને હવે લાંબા સમય સુધી રહેવાની યોજના બનાવી રહી છે. મુંબઈમાં લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન સાઉથ કોરિયન યુટ્યુબરને હેરાન કરનાર બે આરોપી મોબીન ચાંદ મોહમ્મદ શેખ અને મોહમ્મદ નકીબ સદ્રિયાલમ અંસારીને એક દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

02 December, 2022 01:21 PM IST | South Korea | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ઈન્ટરનેશનલ સમાચાર

કૉમ્પ્યુટરમાં ટેક્નિકલ ખામીને કારણે આખા USમાં 760 ફ્લાઈટ પર અસર, કેટલીક થઈ રદ

ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના કૉમ્પ્યૂટર્સમાં ટેક્નિકલ ફૉલ્ટ આવ્યો છે, જેના પછી આખા સંયુક્ત રાજ્ય અમેરિકામાં ફ્લાઈટ્સ પર પ્રભાવ પડ્યો છે. `સ્કાઈ ન્યૂઝ` પ્રમાણે, કુલ મળીને અત્યાર સુધી 760 ફ્લાઈટ રદ થઈ અથવા તો મોડેથી ઑપરેટ કરવામાં આવી રહી છે.

11 January, 2023 07:08 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઈન્ટરનેશનલ સમાચાર

ઉત્તર કોરિયા અને દ​ક્ષિણ કોરિયા વચ્ચે તનાવ, યુદ્ધ વિમાનો ખડકી દેવાયાં

ઉત્તર કોરિયાએ લગભગ ૧૮૦ યુદ્ધ જહાજો બૉર્ડર પર તહેનાત કર્યાં તો દક્ષિણ કોરિયાએ પણ તૈયારી બતાવી. દક્ષિણ કોરિયાની મિલિટરીએ ગઈ કાલે જણાવ્યું હતું કે એણે ફાઇટર જેટ્સ સીમા પર ખડકી દીધાં છે. 

05 November, 2022 12:40 IST | South Korea | Agency
ઈન્ટરનેશનલ સમાચાર

‘કદાચ મારો દીકરો મૃત્યુ પામ્યો હશે...’

હૉસ્પિટલની બહાર ચિંતાતુર અને ચોધાર આંસુએ રડતી માતાએ આમ જણાવ્યું

31 October, 2022 10:00 IST | Seoul | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK