Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > જે દોરીથી કોથળો સિવાયો તેની પરથી પોલીસને બાંગ્લાદેશી એક્ટરની હત્યાનું પગેરું મળ્યું

જે દોરીથી કોથળો સિવાયો તેની પરથી પોલીસને બાંગ્લાદેશી એક્ટરની હત્યાનું પગેરું મળ્યું

20 January, 2022 01:46 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ઢાકાના DSP (ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ) મારુફ હુસૈન સરદારે પ્રેસ-કોન્ફરન્સમાં કહ્યું હતું કે આ હત્યા પારિવારિક ઝઘડાને કારણે થઈ હતી.

તસવીર સૌજન્ય (સોશિયલ મીડિયા)

તસવીર સૌજન્ય (સોશિયલ મીડિયા)


બાંગ્લાદેશી (Bangladesh) એક્ટ્રેસ રાયમા ઈસ્લામ શિમુની (Actor Raima Islma Shimu) લાશ મંગળવારે મળી. તેની લાશ કોથળામાં ભરેલી હતી અને બે ટૂકડામાં હતી. , પોલીસે શંકાના આધારે પતિ શખાવત અલીની ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછમાં શખાવતે પોતાના મિત્ર સાથે મળીને રાયમાની હત્યા કરી હોવાનું કબૂલ કર્યું હતું.

ઢાકાના DSP (ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ) મારુફ હુસૈન સરદારે પ્રેસ-કોન્ફરન્સમાં કહ્યું હતું કે આ હત્યા પારિવારિક ઝઘડાને કારણે થઈ હતી.



રાયમા તથા શખાવતના લવ મેરેજને 16 વર્ષ થઈ ચૂક્યાં હતાં. તેમને 2 સંતાન છે 45 વર્ષીય રાયમાએ 1998માં ફિલ્મી કારકિર્દી શરૂ કરી હતી. રવિવાર, 16 જાન્યુઆરીના રોજ રાયમા શૂટિંગ માટે જવાનું કહીને ઘરેથી નીકળી હતી. જ્યારે તે પરત ના ફરી તો તેની બહેન ફાતિમા નિશા તથા ભાઈ શાહિદુલ ઈસ્લામે પોલીસ ફરિયાદ કરી હતી. હત્યારા પતિએ પણ 17 જાન્યુઆરીના રોજ પત્ની ગુમ થઈ ગઈ હોવાની ફરિયાદ કરી હતી.


બાંગ્લાદેશ પોલીસની અધિકૃત વેબસાઇટ પર જણાવ્યા અનુસાર પ્રમાણે, શખાવતે રવિવાર (16 જાન્યુઆરી)ના રોજ રાયમાની હત્યા સવારે 8 વાગ્યાની આસપાસ ગળું દબાવીને કરી હતી. ત્યાર બાદ તેણે પોતાના મિત્ર ફરહાદને ફોન કરીને બોલાવ્યો હતો. બંનેએ લાશના ટૂકડા કરી કોથળામાં નાખી પ્લાસ્ટિકના કોથળાને દોરીથી સીવી લીધો. લાશ ફેંકતા પહેલાં શખાવતે નોકરને નાસ્તો લેવાના બહાને ઘરની બહાર મોકલ્યો. લાશ ગાડીમાં મૂકી અને મીરપુર તરફ ગયા. લોકોની અવર જવર કે કોઇ બીજા કારણે તેઓ લાશ ન ફેંકી શક્યા અને લાશ લઇને ઘરે આવ્યા. સાંજે ફરી ઢાકાથી મોહમ્મદપુરા વિસ્તારની આગળ કૈરાનીગંજ તરફ ગયા. અહીં રાત્રે સાડા નવ વાગે લાશને ઝાડીઓમાં ફેંકીને પાછા આવી ગયા હતા.

24 કલાકની અંદર જ પોલીસે આ કેસ સોલ્વ કરી નાખ્યો હતો. પોલીસને હત્યાકાંડની કડી પ્લાસ્ટિકની દોરીથી મળી હતી. પોલીસ જ્યારે રાયમાના ઘરે આવી તો તે જ દોરીનું આખું બંડલ પતિ શખાવતની કારમાંથી મળ્યું હતું. પોલીસે આગળ કહ્યું હતું કે લાશને ઝાડીઓમાં ફેંકી આવ્યા બાદ શખાવતે કાર ધોઈ હતી. ડેડબૉડી તથા લોહીની દુર્ગંધ ના આવે તે માટે બ્લીચિંગ પાઉડરથી કાર સાફ કરી હતી. પોલીસે કડકાઈથી પૂછપરછ કરતાં શખાવતે તરત જ ગુનો કબૂલી લીધો અને આખી ઘટના કહી હતી.


શિમુએ એક્ટિંગ કરિયરની શરૂઆત કાઝી હયાતની `પ્રેઝન્ટ`થી કરી હતી. ત્યાર બાદ તેણે દેલવર ઝહાં, ચાશી નઝરુલ ઈસ્લામ, શરીફ ઉદ્દીન ખાન સહિત વિવિધ ડિરેક્ટર્સની ફિલ્મમાં કામ કર્યું છે. 1998થી 2004 સુધી શિમુએ અંદાજે 25 ફિલ્મમાં કામ કર્યું હતું. તેણે 50થી વધુ નાટકમાં કામ કર્યું હતું. તેણે પ્રાઇવેટ ટીવી ચેનલના માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાં પણ કામ કર્યું હતું. શિમુનું પોતાનું પ્રોડક્શન હાઉસ પણ હતું.

Whatsapp-channel Whatsapp-channel

20 January, 2022 01:46 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK