° °

આજનું ઇ-પેપર
Sunday, 03 July, 2022


Floating Hotel: 46 વર્ષ જૂની જમ્બો ફ્લોટિંગ રેસ્ટોરન્ટ દરિયામાં ડૂબી, અનેક સેલેબ્સે પણ લીધી હતી મુલાકાત

22 June, 2022 11:21 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

રિપોર્ટ અનુસાર સમુદ્રમાં ખરાબ હવામાનને કારણે જમ્બો ફ્લોટિંગ રેસ્ટોરન્ટ પલટી ગઈ હતી

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

હોંગકોંગની પ્રખ્યાત જમ્બો ફ્લોટિંગ રેસ્ટોરન્ટ સાઉથ ચાઈના સીમાં ડૂબી ગઈ છે. રિપોર્ટ અનુસાર સમુદ્રમાં ખરાબ હવામાનને કારણે જમ્બો ફ્લોટિંગ રેસ્ટોરન્ટ પલટી ગઈ હતી. આ પછી તેમાં પાણી ભરાવાને કારણે તે ડૂબી ગયું. ટ્વિટર પર આ વાતની પુષ્ટિ કરતા આ રેસ્ટોરન્ટની પેરેન્ટ કંપની એબરડીન રેસ્ટોરન્ટ એન્ટરપ્રાઇઝે કહ્યું કે આ દુર્ઘટનામાં કોઈ ક્રૂ મેમ્બરને ઈજા થઈ નથી.

કંપનીએ ટ્વીટ કરીને આપી માહિતી

કંપનીએ ટ્વિટર પર જણાવ્યું હતું કે “દક્ષિણ ચીન સાગરમાં ઝિશા દ્વીપ પરથી પસાર થતી વખતે જહાજને ખરાબ હવામાનનો સામનો કરવો પડ્યો હતો. પ્રતિકૂળ પરિસ્થિતિને કારણે જહાજ પલટી ગયું અને પછી ધીમેધીમે ડૂબી ગયું હતું. તેના માટે જવાબદાર કંપની ટોઇંગે ઘણું બધું કર્યું. તેને ડૂબતો બચાવવાના પ્રયત્નો કર્યા, પરંતુ તે આમાં સફળ થઈ શક્યા નહીં.” કંપનીનું કહેવું છે કે “તે આ દુર્ઘટનાથી ખૂબ જ દુઃખી છે.”

રાણી એલિઝાબેથે પણ લીધી હતી મુલાકાત

આ તરતી રેસ્ટોરન્ટ ઘણા વર્ષોથી પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ છે. તે 1976માં શરૂ કરવામાં આવી હતી અને તે કેન્ટોનીઝ ખોરાકમાં ટોચનું વર્ગ માનવામાં આવતું હતું. એટલું જ નહીં, તે છેલ્લા ઘણા વર્ષોથી હોંગકોંગની ઐતિહાસિક અને વિશેષ સંસ્થા હતી. તેની મુલાકાત ક્વીન એલિઝાબેથ અને હોલીવુડ સુપરસ્ટાર ટોમ ક્રુઝ પણ લઈ ચૂક્યા છે. આ રેસ્ટોરન્ટ કોવિડ 19 રોગચાળા દરમિયાન બંધ હતી, ત્યારથી તે ખૂલી ન હતી.

22 June, 2022 11:21 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ઈન્ટરનેશનલ સમાચાર

મસ્કની નેટવર્થમાં ૪૮૯૪.૯૬ અબજ રૂપિયાનો ઘટાડો થયો

આ વર્ષના પહેલા છ મહિનામાં દુનિયાના ૫૦૦ ટોચના ધનવાનોએ ૧૧૦.૫૩ ટ્રિલ્યન રૂપિયા ગુમાવ્યા છે

03 July, 2022 12:53 IST | Washington | Gujarati Mid-day Correspondent
ઈન્ટરનેશનલ સમાચાર

પાકિસ્તાનમાં વીજસંકટને કારણે ઇન્ટરનેટ બંધ થઈ શકે

આ વીજ સંકટનો ઉકેલ લાવવા માટે પાકિસ્તાને સરકારી કર્મચારીઓ માટે કામકાજના કલાકો ઘટાડ્યા છે

02 July, 2022 09:10 IST | Islamabad | Gujarati Mid-day Correspondent
ઈન્ટરનેશનલ સમાચાર

ટેસ્લાએ કૅલિફૉર્નિયામાં ૨૦૦ એમ્પ્લૉઈઝની હકાલપટ્ટી કરી

આ કર્મચારીઓ વાહનોના ઑટોપાઇલટ ડ્રાઇવર અસિસ્ટન્સ સિસ્ટમના ડેટાના ઍનલિસિસની કામગીરી કરતા હતા

01 July, 2022 10:38 IST | New York | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK