29 ઓગસ્ટના રોજ જામનગરમાં પૂર વચ્ચે ગામની મહિલાઓએ એક ગર્ભવતી મહિલાને ટ્રેક્ટરમાં બેસાડીને આરોગ્ય કેન્દ્રમાં લઈ ગઈ હતી અને તે બાદ આ પ્રેગનેન્ટ મહિલાને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવી હતી. ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે પૂરના કારણે શેરીઓ અને ઘરો ડૂબી ગયા છે. રાજ્યમાં ભારે ચોમાસાના વરસાદને લીધે વિનાશ સર્જાયો છે. સૂત્રોની માહિતી મુજબ ગુજરાતમાં પૂરના કારણે 20,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.