Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > Video: ગુજરાતમાં વંદે ભારત સામે ભેંસો અથડાતાં ખુલી ગયો એન્જિનનો એક ભાગ

Video: ગુજરાતમાં વંદે ભારત સામે ભેંસો અથડાતાં ખુલી ગયો એન્જિનનો એક ભાગ

06 October, 2022 05:25 PM IST | Gandhinagar
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અકસ્માત બાદ કેટલીક ભેંસોનું મૃત્યુ થયું તો ટ્રેનના એન્જિનનો કેટલોક ભાગ તૂટી ગયો. વેસ્ટર્ન રેલવેના સીનિયર પીઆરઓ જે કે જયંતે જણાવ્યું કે અકસ્માત સવારે 11.15 વાગ્યે થયો.

તસવીર સૌજન્ય મિડ-ડે

Vande Bharat

તસવીર સૌજન્ય મિડ-ડે


મુંબઈથી ગુજરાતના (Mumbai to Gujarat Gandhinagar) ગાંધીનગર જતી વંદે ભારત ટ્રેન (vande Bharat Express Train) સાથે ગુરુવારે (Met with an Accident on Thursday) એક દુર્ઘટના ઘટી. ટ્રેન વટવા અને મણિનગર સ્ટેશન વચ્ચે ભેંસોના ઝૂંડ (hit with Buffaloes) સાથે અઠડાઈ. અકસ્માત બાદ કેટલીક ભેંસોનું મૃત્યુ થયું તો ટ્રેનના એન્જિનનો કેટલોક ભાગ તૂટી ગયો. વેસ્ટર્ન રેલવેના સીનિયર પીઆરઓ જે કે જયંતે જણાવ્યું કે અકસ્માત સવારે 11.15 વાગ્યે થયો.

રેલવે પ્રવક્તાએ જણાવ્યું કે ટ્રેન મુંબઈથી ગાંધીનગર જઈ રહી હતી. ગૈરતપુર-વટવા સ્ટેશન વચ્ચે ટ્રેક પર એકાએક 3-4 ભેંસો આવી ગઈ. આથી ટ્રેનના આગળના ભાગને નુકસાન પહોંચ્યું. જો કે, ટ્રેનમાં આથી કોઈ ખરાબી થઈ નથી. પ્રાણીઓને અવશેષો ખસેડ્યા બાદ 8 મિનિટ પછી ટ્રેનને આગળ ચલાવવામાં આવી અને સમયસર ગાંધીનગર પહોંચી. તેમણે કહ્યું કે રેલવે તરફથી આસપાસના ગામડામાં લોકોને સમજાવવામાં આવે છે કે ટ્રેકની આસપાસ પ્રાણીઓને ખુલ્લા ન છોડવા.



30 સપ્ટેમ્બરે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ટ્રેનને લીલી ઝંડી બતાવીને શરૂઆત કરી હતી. નવા અપગ્રેડ સાથે આ ટ્રેન મેક્સિમમ 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. જો કે, હાલ આની મેક્સિમમ ઝડપ 130 કિલોમીટર પ્રતિ કલાકની નક્કી કરવામાં આવી છે.


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mid-Day Gujarati (@middaygujarati)


ગુજરાતની રાજધાની ગાંધીનગર અને મુંબઈ દરમિયાન અઠવાડિયામાં છ દિવસ ચાલનારી વંદે ભારત એક્સપ્રેસ 519 કિલોમીટરનું અંતર સાડા છ કલાકમાં કાપે છે. રવિવાર સિવાય અઠવાડિયાના છ દિવસ દોડતી આ 20901 ડાઉન મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનથી સવારે 6.10 વાગ્યે રવાના થાય છે. ટ્રેન 8.50 વાગ્યે સૂરત પહોંચે છે અને 8.53 વાગ્યે નીકળીને 10.20 વાગ્યે વડોદરા પહોંચે છે. પાંચ મિનિટના હૉલ્ટ પછી 10.25 વાગ્યે નીકળીને 11.35 વાગ્યે અમદાવાદ અને 11.40 વાગ્યે નીકળીને 12.39 વાગ્યે ગાંધીનગર કેપિટલ પહોંચે છે.

આ પણ વાંચો : મુંબઈ-ગાંધીનગર વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસના પ્રવાસના સમયમાં ફેરફાર

રિટર્નમાં 20902 અપ ગાડી ગાંધીનગર કેપિટલથી બપોરે 2.05 વાગ્યે નીકળીને 2.45 વાગ્યે અમદાવાદ, પાંચ મિનિટના હૉલ્ટ પછી 4 વાગ્યે વડોદરા અને પછી 5 મિનિટના હૉલ્ટ બાદ સાંતે 5.40 વાગ્યે સૂરત પહોંચે છે. સૂરતથી 5.43 વાગ્યે રવાના થઈને રાતે 8.35 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચાડે છે.

Whatsapp-channel Whatsapp-channel

06 October, 2022 05:25 PM IST | Gandhinagar | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK