° °

આજનું ઇ-પેપર
Thursday, 28 October, 2021


વડોદરામાં નવરાત્રિમાં ગરબા રમીને આવેલી માતા અને દીકરીનાં રહસ્યમય સંજોગોમાં મૃત્યુ

12 October, 2021 10:18 AM IST | Vadodra | Gujarati Mid-day Correspondent

સંસ્કાર નગરીમાં અરેરાટીભરી ઘટના : પતિ સાથે ઝપાઝપી થયાની આશંકા : પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં સાચું કારણ બહાર આવશે

રવિવારની રાત્રે વડોદરા શહેરના સમા વિસ્તારમાં રહસ્યમય સંજોગોમાં મૃત્યુ પામેલાં શોભનાબહેન અને તેમની દીકરી કાવ્યાની ફાઇલ તસવીર

રવિવારની રાત્રે વડોદરા શહેરના સમા વિસ્તારમાં રહસ્યમય સંજોગોમાં મૃત્યુ પામેલાં શોભનાબહેન અને તેમની દીકરી કાવ્યાની ફાઇલ તસવીર

વડોદરામાં રવિવારની રાત્રે નવરાત્રિમાં ગરબા રમીને આવેલી માતા અને દીકરીનાં રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થતાં સમા વિસ્તારમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી. મૃતક મહિલાના ગળા પર માર્ક જોવા મળતાં પોલીસે બન્ને મૃતદેહનું પોસ્ટમૉર્ટમ કરાવવાની તજવીજ હાશ ધરી હતી જેથી મૃત્યુનું કારણ જાણી શકાય. જોકે આ કેસમાં પોલીસને પ્રાથમિક તબક્કે પતિ સાથે ઝપાઝપી થઈ હોવાની શંકા જતાં પોલીસે પતિ તેજસ પટેલની પૂછપરછ હાથ ધરી હતી. સમા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર નીલેશ બ્રહ્મભટ્ટે ‘મિડ-ડે’ને આ કેસ અંગે માહિતી આપતાં કહ્યું હતું કે ‘વડોદરાના સમા વિસ્તારમાં આવેલી ચંદનપાર્ક સોસાયટીમાં ઘરજમાઈ તરીકે રહેતા તેજસ પટેલનાં પત્ની શોભનાબહેન અને તેમની ૬ વર્ષની દીકરી કાવ્યા રવિવારે રાત્રે ગરબા રમીને આવીને સૂઈ ગયાં હતાં. દરમ્યાન મોડી રાત્રે પતિ તેજસ પટેલ બાથરૂમ જવા ઊઠ્યા ત્યારે જોયું તો તેમની દીકરી ઊંધી સૂઈ ગઈ હતી એથી તેને સીધી સુવાડી હતી ત્યારે દીકરીની કોઈ હલનચલન જોવા મળી નહોતી એથી તેજસ પટેલે તેની પત્ની શોભનાને ઉઠાડવા પ્રયત્ન કર્યો, પરંતુ તેના તરફથી પણ કોઈ મૂવમેન્ટ નહીં લાગતાં મકાનમાં નીચે રહેતા સાળા અને સસરાને બોલાવ્યા હતા અને બન્નેને હૉસ્પિટલમાં લઈ ગયાં હતાં જ્યાં બન્નેને મૃત જાહેર કર્યાં હતાં. મૃત્યુનું ચોક્કસ કારણ ખબર પડી શકે એ માટે પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું છે અને વિશેરા લીધા છે. મરનાર મહિલાના પતિ ઘરજમાઈ તરીકે રહે છે એટલે મૃતક મહિલાના પિતાને પૂછતાં તેઓએ કોઈ શંકા વ્યક્ત કરી નથી, પણ પોસ્ટમૉર્ટમથી મરણનું ચોક્કસ કારણ ખબર પડી શકશે.’

12 October, 2021 10:18 AM IST | Vadodra | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ગુજરાત સમાચાર

દિવાળીની પછી સુરત જવાના હો તો કોરોના ટેસ્ટ કરાવીને જજો

સુરતમાં લાખોની સંખ્યામાં હીરા અને કાપડ માર્કેટમાં કામ કરતા પરપ્રાંતીય કર્મચારીઓ છે જેઓ દિવાળીની રજાઓમાં પોતાના વતનમાં જતા હોય છે.

28 October, 2021 12:29 IST | Surat | Agency
ગુજરાત સમાચાર

ભ્રષ્ટાચારની આડમાં દબાઈ ગયેલા મુ્દ્દાઓને લઈ ભરત કાનાબારે ઉઠાવ્યા સવાલ

જો દેશમાં નવો એક પણ કેસ ના નોંધાયો તો પણ જે પેન્ડિંગ કેસ છે તેના નિકાલ માટે 360 વર્ષ લાગી જાય તેમ છે. 

26 October, 2021 08:56 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
ગુજરાત સમાચાર

પાકિસ્તાનને માહિતી પહોંચાડતો બીએસએફનો જવાન પકડાયો

એટીએસે ગાંધીધામમાં ફરજ બજાવતા એક જવાનને ઝડપ્યો, વૉટ્સઍપ દ્વારા માહિતી મોકલીને પૈસા કમાતો

26 October, 2021 10:03 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK