Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > સુરતની કોર્ટે નાની બાળકીનું અપહરણ, દુષ્કર્મ અને હત્યાના આરોપીને ફાંસીની સજા ફટકારી

સુરતની કોર્ટે નાની બાળકીનું અપહરણ, દુષ્કર્મ અને હત્યાના આરોપીને ફાંસીની સજા ફટકારી

27 July, 2022 09:15 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પુણાના બ્રિજ નીચેથી એપ્રિલ મહિનામાં રાતે આરોપી રામપ્રસાદ ગૌણે બાળકીનું અપહરણ કર્યું હતું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર



અમદાવાદ ઃ ગુજરાતમાં આવેલા સુરતના પુણા વિસ્તારમાંથી ત્રણ વર્ષ અને નવ મહિનાની બાળકીનું અપહરણ, દુષ્કર્મ અને હત્યા કરનાર આરોપી રામપ્રસાદ ઉર્ફે લલ્લનસિંહ મહેશસિંહ ગૌણને તકસીરવાર કસૂરવાર ઠેરવીને સુરતના ઍડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ ડી. પી. ગોહિલે ફાંસીની સજા ફટકારી છે.
મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલાએ આ કેસની વિગતો આપતાં કહ્યું હતું કે ‘સુરતના પુણામાં પાણીની ટાંકી સામે બ્રિજ નીચે ફુટપાથ પર રહેતા અને કડિયાકામ કરતા કનુ જવસિંહ માલિવાડ તેમના પરિવાર સાથે તા. ૧૩-૦૪-૨૦૨૨ના રાતે ઊંઘી રહ્યો હતો ત્યારે ત્રણ વર્ષ અને નવ મહિનાની દીકરીને રાતે એક વાગ્યે હમાલીકામ કરતા અને પુણામાં ભૈયાનગર પાસે રહેતા રામપ્રસાદ ઉર્ફે લલ્લનસિંહ મહેશસિંહ ગૌણે નગ્ન હાલતમાં જોઈ જતાં તેની સાથે બદકામ કરવાના ઇરાદે દીકરીને સૂતેલી હાલતમાં ઊંચકીને અપહરણ કરી બ્રિજની નીચે લઈ ગયો હતો. બાળકી જાગી જઈને રડવા લાગતાં આરોપીએ તેનું મોઢું અને ગળું દબાવી એક ખુલ્લા પ્લૉટની દીવાલ તરફ આવેલા ખાડામાં બાળકીને પછાડીને તેના ગુપ્ત તથા ગુદા માર્ગે બદકામ કરી ફરી વાર તેનું મોઢું અને ગળું દબાવી ખૂન કરી બાળકીની લાશને ખાડામાં દાટી દઈ એના પર કચરો તથા પથ્થરો મૂકી પુરાવાનો નાશ કરવાની કોશિશ કરીને ગુનો કર્યો હતો.
મુખ્ય સરકારી વકીલે કહ્યું હતું કે ‘ઍડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ ડી. પી. ગોહિલે આરોપી રામપ્રસાદ ઉર્ફે લલ્લનસિંહ મહેશસિંહ ગૌણને કલમ ૩૦૨ના ગુનામાં મૃત્યુદંડની એટલે કે ફાંસીની સજા અને પૉક્સો ઍક્ટ સહિત અન્ય ગુનાઓમાં પણ સજા અને દંડ ફરમાવ્યો હતો તેમ જ ભોગ બનનારને વળતર પેટે ગુજરાત વિક્ટિમ શેડ્યુલ મુજબ રૂપિયા ત્રણ લાખ વળતર તરીકે ચૂકવવા હુકમ કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

27 July, 2022 09:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK