Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદમાં ગરમીનો પારો ૪૪ ડિગ્રીને થશે ટચ

અમદાવાદમાં ગરમીનો પારો ૪૪ ડિગ્રીને થશે ટચ

26 April, 2022 08:14 AM IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વલસાડ, પોરબંદર, ગીર-સોમનાથ, જૂનાગઢ, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ, ગાંધીનગર, સુરેન્દ્રનગર જિલ્લાઓમાં પણ હીટ વેવની આગાહી

પ્રતીકાત્મક તસવીર Weather Updates

પ્રતીકાત્મક તસવીર


આજથી આગામી ચાર–પાંચ દિવસ ગુજરાતમાં આવતા હોવ તો જરા તકેદારી રાખજો, આ દિવસો દરમ્યાન કાળઝાળ ગરમી સાથે હીટ વેવની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમદાવાદમાં ચાર દિવસ હાઈ ટેમ્પરેચર રહેવાની શકયતા સાથે ગરમીનો પારો ૪૪ ડિગ્રીને ટચ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. માત્ર અમદાવાદ જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર–કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં આજે ૪૩ ડિગ્રી ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. આટલા ઊંચા તાપમાન સાથે હીટ વેવ પણ રહેશે એટલે અમદાવાદના નાગરિકોને ગરમી સહન કરવી પડશે. અમદાવાદ ઉપરાંત આજથી પાંચ દિવસ માટે વલસાડ, પોરબંદર, ગીર-સોમનાથ, જૂનાગઢ, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ, ગાંધીનગર, સુરેન્દ્રનગર જિલ્લાઓમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

26 April, 2022 08:14 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK