° °

આજનું ઇ-પેપર
Monday, 06 December, 2021


સુરતના કૉફી-શૉપમાંથી બેભાન મળી આવેલી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મૃત્યુ

24 November, 2021 12:38 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

મૃત્યુ પામેલી યુવતી સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતી મધુસ્મિતા શાહુ હતી. પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા ત્રણ મહિનાથી એક છોકરો તેને પરેશાન કરતો હતો. 

સુરતના કૉફી-શૉપમાંથી બેભાન મળી આવેલી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મૃત્યુ

સુરતના કૉફી-શૉપમાંથી બેભાન મળી આવેલી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મૃત્યુ

ગુજરાતમાં સુરતના એક કૉફી-શૉપમાંથી એક યુવાન અને એક યુવતી સોમવારે સાંજે બેભાન હાલતમાં મળી આવ્યાં હતાં. એ પૈકી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું છે. બીજી કોમના યુવાને તેને મારી નાખી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. 
સુરતના વેસુ વિસ્તારમાં આવેલી કૉફી-શૉપમાં સોમવારે મોડી સાંજે એક યુવક અને યુવતી બેભાન હાલતમાં મળી આવતાં તેમને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં જ્યાં ડૉક્ટરે યુવતીને મૃત જાહેર કરી હતી. કહેવાય છે કે યુવતી સાથે બેભાન હાલતમાં આવેલો યુવાન, યુવતી મૃત્યુ પામી હોવાનું જાણીને હૉસ્પિટલમાંથી નાસી ગયો હતો. મૃત્યુ પામેલી યુવતી સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતી મધુસ્મિતા શાહુ હતી. પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા ત્રણ મહિનાથી એક છોકરો તેને પરેશાન કરતો હતો. 

24 November, 2021 12:38 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ગુજરાત સમાચાર

મથુરામાં ચુસ્ત સુરક્ષાવ્યવસ્થા, ડ્રોનથી નજર રખાશે

આજે છઠ્ઠી ડિસેમ્બરે બાબરી મસ્જિદ ધ્વંસના દિવસે મથુરામાં શાહી ઈદગાહ મસ્જિદમાં જળાભિષેકની જાહેરાતથી માહોલ ગરમાયો છે

06 December, 2021 08:40 IST | Mathura | Gujarati Mid-day Correspondent
ગુજરાત સમાચાર

જામનગરમાં એક ઓમાઇક્રોન પૉઝિટિવ, ત્રણના રિપોર્ટ બાકી

વાઇબ્રન્ટ સમિટની તૈયારીમાં વ્યસ્ત થઈ ગયેલી ગુજરાત ગવર્નમેન્ટે નવા નિયમો જાહેર કર્યા, પણ એનું પાલન ચુસ્તપણે થાય છે કે નહીં એ જોવાની દરકાર ન રાખતાં સોમવારે ઝિમ્બાબ્વેથી આવેલા જામનગરના વડીલ સાથે નવો વેરિઅન્ટ ગુજરાતમાં થયો એન્ટર

05 December, 2021 08:58 IST | Rajkot | Rashmin Shah
ગુજરાત સમાચાર

ગુજરાતીઓ સાવધાન.! ગુજરાતમાં Omicron ની એન્ટ્રી, જામનગરમાં નોંધાયો પહેલો કેસ

ગુજરાતમાં કોરોના વાયરસના નવા અને વધુ ખતરનાક વેરિઅન્ટ ઓમિક્રોન (Omicron)ની એન્ટ્રીથી ખળભળાટ મચી ગયો છે.

04 December, 2021 03:18 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK