° °

આજનું ઇ-પેપર
Friday, 25 June, 2021


સૂરતમાં સાધ્વીની અંતિમ યાત્રામાં પાંચ કિમી ચાલ્યો કૂતરો

07 May, 2021 05:44 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

જ્યારે સાધ્વીના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા, ત્યારે પણ તે કૂતરો નજીક જ ઊભો રહ્યો.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

સૂરત શહેરના વેસૂ ક્ષેત્રમાં જૈન સંપ્રદાયના એક 100 વર્ષીય સાધ્વીની સમાધિ અવસ્થામાં નિધન થઈ ગયું. તેમની અંતિમ યાત્રા સાથે એક શ્વાન (કૂતરો) પણ અંતિમ યાત્રાની સાથે 5 કિલો મીટર દૂર ઉમરા શ્મશાન ઘાટ સુધી ચાલતો હતો. અંતિમ યાત્રાના સભ્યોએ વિચાર્યું કે કૂતરો પાછો વેસુ પાસે કેવી રીતે પહોંચશે, આ માટે તેમણે તેને કારમાં બેસાડ્યો અને તેને વેસૂ ક્ષેત્રમાં છોડી દીધો.

પ્રામાણિક પ્રાણીઓમાં કૂતરાના અનેક ઉદાહરણો છે. 100 વર્ષીય પીયૂષ વર્ષા સાધ્વી મહારાજનો બુધવારે જીડી ગોયંકા સ્કૂલ સામે રામેશ્વરમ અપાર્ટમેન્ટમાં નિધન થઈ ગયું છે. સાધ્વી મહારાજ પીયૂષ વર્ષા જે અમુક સમયથી વેસૂ ક્ષેત્રના ઉપાશ્રયમાં રહેતા હતા. આ શ્વાનને નિયમિત ભોજન, પાણીની સાથે દયા અને કરુણાભાવ પણ આપતા હતા.

જ્યારે સાધ્વી મહારાજની અંતિમ યાત્રા કાઢવામાં આવી, તો એક કૂતરો અંતિમ યાત્રાની બરાબર નીચે ચાલવા લાગ્યો. ત્યાં હાજર લોકોને થોડીવાર લાગ્યું કે દરેક જણ એકઠા થઈ રહ્યા છે માટે તે અમારી સાથે ચાલી રહ્યો છે. તેના પછી અંતિમ યાત્રામાં સામેલ થયેલા લોકોએ કૂતરાને બહાર કાઢી દીધો.

પણ થોડીવાર પછી તે ફરી અંતિમ યાત્રા નીચે ફરી ચાલવા લાગ્યો અને જ્યારે સુધી પાંચ કિલોમીટર દૂર ઉમરા શ્મશાન ઘાટ સુધી નહોતો પહોંચ્યો ત્યાં સુધી અંતિમ યાત્રામાં ચાલતો રહ્યો. જ્યારે મહાત્માનું અગ્નિસંસ્કાર કરવામાં આવ્યું, ત્યારે પણ તે શ્વાન નજીક જ હતો.

ઘટનાને જોયા પછી અંતિમ યાત્રામાં સાથે આવેલા સભ્યોને આશ્ચર્ય થયું કે તે શ્વાન હવે પાછો કેવી રીતે જશે. તો કૂતરાને પ્રેમથી અંતિમ યાત્રાના એક સભ્યએ તેને ઉઠાવ્યો અને પછી ગાડીમાં નાખીને તેને ફરી વેસૂ ક્ષેત્રમાં છોડી આવ્યો.

07 May, 2021 05:44 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ગુજરાત સમાચાર

અમદાવાદમાં જળયાત્રા યોજાઈ

જગન્નાથજી મંદિરથી કોરોનાની ગાઇડલાઇન સાથે રંગેચંગે યોજાઈ હતી

25 June, 2021 01:33 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ગુજરાત સમાચાર

ગુજરાતનાં ૩૦ જૂન સુધીમાં વ્યાવસાયિક પ્રવૃત્તિ કરનારાઓ માટે વૅક્સિન ફરજિયાત

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને ગઈ કાલે મળેલી કોર કમિટીમાં રાહત આપતાં નિર્ણય લેવામાં આવ્યા છે

25 June, 2021 11:51 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ગુજરાત સમાચાર

ઈલેકટ્રોનિક વાહનો ખરીદવા ગુજરાત સરકાર આપશે આટલી રકમની સબસીડી

ઈલેકટ્રોનિક વાહનો ખરીદનાર માટે ગુજરાત સરકારે એક મોટી જાહેરાત કરી છે.

22 June, 2021 07:24 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK