Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > કચ્છમાં ભરશિયાળે પોણાબે ઇંચ વરસાદ

કચ્છમાં ભરશિયાળે પોણાબે ઇંચ વરસાદ

14 December, 2012 03:11 AM IST |

કચ્છમાં ભરશિયાળે પોણાબે ઇંચ વરસાદ

કચ્છમાં ભરશિયાળે પોણાબે ઇંચ વરસાદ




ગઈ કાલે કચ્છના રાપરમાં એક ઇંચ, નલિયામાં દોઢ, ભુજમાં અડધો અને અંજારમાં પોણાબે  ઇંચ વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે કચ્છ વિધાનસભાની બેઠકનાં પ્રચારકામો થોડા સમય માટે અટકી ગયાં હતાં. ગઈ કાલે ગુજરાતનું ઍવરેજ મિનિમમ ટેમ્પરેચર ૧૫.૭ ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ઍવરેજ મૅક્સિમમ ટેમ્પરેચર ૨૪.૭ ડિગ્રી નોંધાયું હતું.

વાદળોને લીધે ઉત્તર ભારતમાં તાપમાન વધ્યું

કાશ્મીર ખીણમાં ગઈ કાલે સતત હિમવર્ષા તથા વરસાદ ચાલુ રહ્યો હતો. જોકે વાદળછાયા વાતાવરણને કારણે દિલ્હી, પંજાબ, હરિયાણા સહિતનાં ઉત્તર ભારતનાં રાજ્યોમાં લઘુતમ તાપમાનમાં થોડો વધારો થયો હતો. દિલ્હીમાં કાલનું લઘુતમ તાપમાન ૭.૭ ડિગ્રી નોંધાયું હતું.  પંજાબ અને હરિયાણામાં સરેરાશ તાપમાન ૧૦ ડિગ્રીથી વધારે નોંધાયું હતું. શ્રીનગર તથા આસપાસના ખીણ વિસ્તારોમાં સતત સ્નોફૉલને કારણે તાપમાનનો પારો ગગડ્યો હતો.



Whatsapp-channel Whatsapp-channel

14 December, 2012 03:11 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK