° °

આજનું ઇ-પેપર
Tuesday, 27 July, 2021


ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી, આજે અમદાવાદ અને વડોદરામાં વરસાદની શક્યતા

18 June, 2021 01:39 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આજે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે વરસાદ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં મેઘરાજાનું આગમન થઈ ગયુ છે.  રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ વરસી ચુક્યો છે. ત્યારે  હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હજી વરસાદની આગાહી કરવામાં આવી છે.  આજે  વડોદરા, અમદાવાદ, વલસાડ અને બનાસકાંઠામાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. 

ગુરુવારે વડોદરા અને અમદાવાદમાં વરસાદ વરસ્યો હતો. વાવાઝોડા અને પવન સાથે વડોદરામાં ભારે વરસાદ પડ્યો હતો. ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદ પડવાની આગાહી કરી છે.  ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. વરસાદનું આગમન થતાં જ લોકો તથા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે. આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં હજુ વરસાદી માહોલ જામશે.  

આજે પણ રાજ્યમાં કેટલાક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે.  વલસાડ, ઉમરગામ, ધરમપુર, પારડી અને  વાપીમાં પણ વરસાદ પડ્યો છે.  આજે અમદાવાદ, બનાસકાંઠા અને વડોદરામાં પણ વરસાદ વરસી શકે છે. 

રાજકોટ, અમરેલી, ભાવનગર અને જૂનાગઢ તથા ગીર-સોમનાથ જિલ્લામાં ભરપૂર વરસાદ પડ્યો હતો. રાજકોટ જિલ્લાના પડધરી, જસદણ, કોટડાસાંગાણી અને આટકોટ પંથકમાં ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો.    

18 June, 2021 01:39 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ગુજરાત સમાચાર

સોમનાથ મંદિર પર ધ્વજા ચડાવવાનો લહાવો ભાવિકો જાતે લઈ શકશે

આ સિસ્ટમ પાટીદાર અગ્રણી નરેશ પટેલે સોમનાથ મંદિરને અર્પણ કરી છે અને તેમણે ધ્વજાપૂજા કરીને સોમનાથદાદાને ધ્વજા ચડાવી હતી.

27 July, 2021 03:28 IST | Ahmedabad | Shailesh Nayak
ગુજરાત સમાચાર

હવે ગુજરાતમાં વરસાદ તારાજીના મૂડમાં

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે મૉન્સૂન સિસ્ટમ ઍક્ટિવ થવાને લીધે ગઈ કાલે રાજકોટ, જામનગર, મહેસાણા, પંચમહાલ અને સુરત જિલ્લામાં ૭થી ૧૮ ઇંચ વરસાદ

27 July, 2021 02:34 IST | Rajkot | Rashmin Shah
ગુજરાત સમાચાર

ગુજરાતમાં મેઘો મહેરબાન, મોસમનો સરેરાશ 32.58 ટકા વરસાદ નોંધાયો

ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થઈ ગયા છે. રાજ્યમાં સરેરાશ 32.58 ટકા વરસાદ નોંધાયો છે.

26 July, 2021 02:06 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK