સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે પરેડ સહિત અનેકવિધ કાર્યક્રમો યોજાશે : અખંડ ભારતના નિર્માણમાં સરદાર વલ્લભભાઈ પટેલના અમૂલ્ય યોગદાનને ઉજાગર કરતો ગુજરાતનો ટૅબ્લો બનશે આકર્ષણનું કેન્દ્ર
ગુજરાતનો આ ટૅબ્લો આજે પરેડમાં રજૂ થશે.
દેશને આઝાદી મળ્યા બાદ દેશની એકતા અને અખંડિતતા માટે જેમણે મહેનત કરી તે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં તેમના જન્મદિવસે ૩૧ ઑક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી પ્રસંગે આજે ગુજરાતમાં સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશના પ્રજાજનોને રાષ્ટ્રીય એકતા દિવસના શપથ લેવડાવશે. આજે યોજાનારી પરેડમાં અખંડ ભારતના નિર્માણમાં સરદારસાહેબના અમૂલ્ય યોગદાનને ઉજાગર કરતો ગુજરાતનો ટૅબ્લો આકર્ષણનું કેન્દ્ર બનશે.
નરેન્દ્ર મોદી આજે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી પ્રસંગે ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલા એકતાનગર ખાતે સરદારની વિરાટ પ્રતિમાની પાદપૂજા કરીને દેશવાસીઓને શપથ લેવડાવશે. આ ઉપરાંત અનેક વિકાસકાર્યોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ઉલ્લેખનીય છે કે ગઈ કાલે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી એકતાનગર ખાતે આવી પહોંચ્યા હતા.
ADVERTISEMENT
દેશને આઝાદી મળ્યા બાદ દેશની એકતા અને અખંડિતતા માટે જેમણે મહેનત કરી તે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં તેમના જન્મદિવસે ૩૧ ઑક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી પ્રસંગે આજે ગુજરાતમાં સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશના પ્રજાજનોને રાષ્ટ્રીય એકતા દિવસના શપથ લેવડાવશે. આજે યોજાનારી પરેડમાં અખંડ ભારતના નિર્માણમાં સરદારસાહેબના અમૂલ્ય યોગદાનને ઉજાગર કરતો ગુજરાતનો ટૅબ્લો આકર્ષણનું કેન્દ્ર બનશે. નરેન્દ્ર મોદી આજે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી પ્રસંગે ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલા એકતાનગર ખાતે સરદારની વિરાટ પ્રતિમાની પાદપૂજા કરીને દેશવાસીઓને શપથ લેવડાવશે. આ ઉપરાંત અનેક વિકાસકાર્યોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ઉલ્લેખનીય છે કે ગઈ કાલે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી એકતાનગર ખાતે આવી પહોંચ્યા હતા.
સરદારસાહેબનો ટૅબ્લો
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટૅચ્યુ ઑફ યુનિટીના સાંનિધ્યમાં રાષ્ટ્રીય એકતા દિવસનો સમારોહ યોજાશે. એમાં યોજાનારી પરેડમાં ગુજરાત સરકાર દ્વારા તૈયાર કરાયેલો અખંડ ભારતના નિર્માણમાં સરદારસાહેબના અમૂલ્ય યોગદાનને ઉજાગર કરતો ટૅબ્લો આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ટૅબ્લોમાં સરદાર પટેલે મહારાજા કૃષ્ણકુમારસિંહ દ્વારા ભાવનગર સ્ટેટનું ભારતીય ગણરાજ્યમાં વિલીનીકરણ કરાવીને દેશની એકતાના મિશનનો પાયો નાખ્યો એ દર્શાવાયું છે. આ ઉપરાંત સોમનાથ મહાદેવ, ભુજનું સ્મૃતિવન તથા ગુજરાતના ટેક્સટાઇલ અને હીરાઉદ્યોગની ઝલક દર્શાવવામાં આવશે.
શું શપથ લેવડાવશે?
હું સત્યનિષ્ઠાથી શપથ લઉં છું કે હું રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષાને બનાવી રાખવા માટે સ્વયંને સમર્પિત કરીશ અને મારા દેશવાસીઓની વચ્ચે આ સંદેશ ફેલાવવાનો પણ પ્રયત્ન કરીશ. હું આ શપથ મારા દેશની એકતાની ભાવનાથી લઈ રહ્યો છું જેને સરદાર વલ્લભભાઈ પટેલની દૂરદર્શિતા અને કાર્યો દ્વારા સંભવ બનાવી શકાઈ. હું મારા દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મારું યોગદાન આપવાનો પણ સત્યનિષ્ઠાથી સંકલ્પ કરું છું.


