° °

આજનું ઇ-પેપર
Thursday, 19 May, 2022


અમદાવાદની સંસ્થા દ્વારા સોમનાથમાં વડીલો માટે જીવનસાથી પરિચય સંમેલનનું આયોજન

11 May, 2022 03:28 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ આયોજન ઈન્ટરનેશનલ એવોર્ડ વિજેતા અને ફિલ્મ અભિનેતા આમીરખાનની સુપ્રસિદ્ધ સિરીયલ `સ્વયમેવ જયતે ` દ્વારા સન્માનિત સંસ્થા ` અનુબંધ ફાઉન્ડેશન અમદાવાદ ` દ્વારા કરવામાં આવ્યું છે.

અત્યાર સુધીમાં આ સંસ્થાએ અનેક વડીલોના લગ્ન કરાવ્યાં છે, જીવનસાથી બનેલા કેટલાક વડીલોની તસવીરો

અત્યાર સુધીમાં આ સંસ્થાએ અનેક વડીલોના લગ્ન કરાવ્યાં છે, જીવનસાથી બનેલા કેટલાક વડીલોની તસવીરો

વૃદ્ધાવસ્થામાં પ્રવેશતાં જો જીવનસાથી સાથે ન હોય તો જીવનના છેલ્લા વર્ષો કાઢવા મુશ્કેલ બની જાય છે. ત્યારે અમદાવાદમાં એક સંસ્થા આવા જ વડીલો માટે સંમેલન કરી સીનિયર સિટીજનના લગ્ન કરાવે છે, જેથી તે વૃદ્ધાવસ્થા સારી રીતે જીવી શકે. ભારતભરમાં વડીલો માટેના 67 જીવનસાથી સંમેલનની ભવ્ય સફળતા બાદ હવે આ સંસ્થા આગામી પરિચય સંમેલન જગપ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ઢળતી ઉંમરે એકલતા દૂર કરવા પરસ્પરનો પ્રેમ અને હુંફ મેળવવા,પાનખરમાં વસંત લાવવાનાં એક ક્રાન્તિ કારી કાર્ય રૂપે, એકલવાયું જીવન જીવતા વડીલો માટે એક અનન્ય અને અનોખા જીવન સાથી પરિચય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. 

આ આયોજન ઈન્ટરનેશનલ એવોર્ડ વિજેતા અને ફિલ્મ અભિનેતા આમીરખાનની સુપ્રસિદ્ધ સિરીયલ `સ્વયમેવ જયતે ` દ્વારા સન્માનિત સંસ્થા ` અનુબંધ ફાઉન્ડેશન અમદાવાદ ` દ્વારા કરવામાં આવ્યું છે. સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ અને લોહાણા મહાજનના સહયોગથી આગામી 28મે, રવિવારના રોજ રામ મંદિર ઓડીટોરીયમ, સોમનાથ ધામે કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે આ સંમેલન કોઈ પણ ધર્મ, જ્ઞાતિ-જાતિના ભેદભાવ વિના તદ્ન નિઃશૂલક આયોજન કરવામાં આવેલ છે.

મહિલાઓ સંમેલનમાં ભાગ લઈ શકે તે માટે તેમને ખાસ સુવિધા આપવામાં આવી છે. મહિલાઓ સંમેલન માટે પહેલાથી આ સંસ્થાની પૂર્વ મંજુરી લઈ તેમને જાણ કરશે તો તેઓને ટ્રેન-બસ ભાડાં ખર્ચની રકમ ચૂકવવામાં આવશે. તેમજ રાત્રી રોકાણની પણ વ્યવસ્થા કરી દેવામાં આવશે. 

આ ઉપરાંત બહારગામથી અને અન્ય રાજ્યોમાંથી દૂરથી આવનારા 150 વડીલો સ્ત્રી-પુરૂષ ઉમેદવારો માટે  28 મે અને 29 મે એમ બે રાત્રી રોકાણની પણ વ્યવસ્થા A/C રૂમ સાથે આપવામાં આવશે. મર્યાદિત સંખ્યામાં કાર્યક્રમનું આયોજન હોવાથી વ્હેલાં તે પહેલાના ધોરણે પ્રવેશ માટે નામ લખવામાં આવશે.

સંમેલનમાં ભાગ લેવા ઈચ્છતા સમગ્ર ગુજરાત તેમજ અન્ય રાજ્યોના પુરૂષો 51 થી 80 અને સ્ત્રીઓ 45 થી 75 વર્ષના કુંવારા, છૂટાછેડા, વિધવા-વિધુર સ્ત્રી પુરુષોએ પોતાનો પાસપોર્ટ ફોટો તથા આધાર કાર્ડની ઝેરોક્ષ નકલ સાથે હાજર રહેવું. આ સાથે જ વધારે માહિતી માટે  નીચે મુજબના નંબર પર સંપર્ક કરી શકો છો.  

1.નવિનભાઈ પટેલિયા-રાજકોટ. 
મો.9924230003.
2.અનિષ એન. રાચછ -વેરાવળ 
મો.9898042042.
3.ભારતીબેન રાવલ-અમદાવાદ. 
મો.9099124512
4.નટુભાઈ પટેલ-અમદાવાદ. 
મો.9825185876.

ઉપરોકત મોબાઈલ નંબર ઉપર નામ નોંધાવી શકો છો અને કોઈ પણ બાબતે જાણકારી મેળવી શકો છો.

11 May, 2022 03:28 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ગુજરાત સમાચાર

Gujarat: મોરબીમાં  મીઠાના કારખાનાની દિવાલ ધરાશાયી, 12 લોકોના મોતથી મચ્યો હાહાકાર

આ કંપનીમાં મીઠું બનાવવામાં આવે છે. દિવાલ જૂની અને જર્જરિત હોવાથી અકસ્માત સર્જાયો હતો. પીએમ નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

18 May, 2022 04:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગુજરાત સમાચાર

Hardik Patel: ગુજરાત ચૂંટણી પહેલા હાર્દિક પટેલે કૉંગ્રેસમાંથી આપ્યું રાજીનામું

હાર્દિકે કૉંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને પાર્ટીની પ્રાથમિક સભ્યતામાંથી રાજીનામું આપી દીધું છે. આની માહિતી તેણે પોતે ટ્વીટ કરીને આપી છે.

18 May, 2022 10:48 IST | Gujarat | Gujarati Mid-day Online Correspondent
ગુજરાત સમાચાર

ગુજરાત કૉન્ગ્રેસે બીજેપીની સ્કિલ સામે સવાલો કર્યા

સૌથી વધુ કૌશલ્ય આધારિત રોજગાર ક્ષમતાવાળાં દેશનાં ટૉપ ફાઇવ રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ નહીં, રોજગારક્ષમતાના મામલે ટૉપ ફાઇવ રાજ્યોમાં મહારાષ્ટ્ર ટૉપ પર

18 May, 2022 09:52 IST | Ahmedabad | Shailesh Nayak

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK