° °

આજનું ઇ-પેપર
Tuesday, 27 September, 2022


વડા પ્રધાનના જન્મદિને સુરતમાં ૨૫૦ લોકોએ અંગદાન માટે પ્રતિજ્ઞા લીધી

18 September, 2022 08:57 AM IST | Ahmedabad
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

સુરતની સિવિલ હૉસ્પિટલના ડૉક્ટર, વિદ્યાર્થીઓ તેમ જ કર્મચારીઓએ આ પ્રતિજ્ઞા લીધી: અમદાવાદ સહિત ગુજરાતમાં ઠેર-ઠેર નરેન્દ્ર મોદીના જન્મદિનની ઉજવણી

બાવન ગજની ધજા સાથે સાઇક્લિસ્ટો સાથે મિલિંદ સોમણ અંબાજી પહોંચ્યા હતા

બાવન ગજની ધજા સાથે સાઇક્લિસ્ટો સાથે મિલિંદ સોમણ અંબાજી પહોંચ્યા હતા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન પ્રસંગે ગઈ કાલે અમદાવાદ ઉપરાંત સોમનાથ, અંબાજી, બહુચરાજી સહિત ગુજરાતમાં ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સુરતની સિવિલ હૉસ્પિટલના ૨૫૦ જેટલા ડૉક્ટર, વિદ્યાર્થીઓ અને કર્મચારીઓએ અંગદાન માટે પ્રતિજ્ઞા લીધી હતી.

ગઈ કાલે સુરતમાં નવી સિવિલ હૉસ્પિટલના અને તબીબી મહાવિદ્યાલયના વર્ગ એકથી ચારના કર્મચારીઓએ પ્રતિજ્ઞા લીધી હતી કે જો હું ભવિષ્યમાં આકસ્મિક રીતે બ્રેઇન-ડેડ થાઉં તો અન્યને જીવતદાન આપવા માટે મારાં અંગોનું દાન કરવા સંમતિ આપું છું.

વડા પ્રધાનના જન્મદિને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા આયોજિત રક્તદાન અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. બીજી તરફ ભૂપેન્દ્ર પટેલે અડાલજ ત્રિમંદિરમાં જઈને દાદા ભગવાનના ચરણમાં નરેન્દ્ર મોદીના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી.

શક્તિપીઠ અંબાજી અને પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીમાં નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે નવચંડી યજ્ઞ યોજાયો હતો. અંબાજી મંદિરના ચાચરચોકમાં નરેન્દ્ર મોદીની પ્રતિકૃતિવાળી રામમંદિરના થીમને લઈ રંગોળી બનાવાઈ હતી, જેણે માઈભક્તોમાં આકર્ષણ ઊભું કર્યું હતું, જ્યારે સોમનાથ મંદિરમાં નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે પુરોહિતો દ્વારા આયુષ્યમંત્ર જાપ, ૧૨૧ રુદ્રીપાઠ કરવામાં આવ્યા હતા. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે. ડી. પરમારે મહાપૂજા કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ધરોઈથી અંબાજી સુધી ૮૨ કિલોમીટરની સાઇક્લેથૉન યાત્રા યોજાઈ હતી. સાઇકલિસ્ટોએ બાવન ગજની ધજા અને બીજી ૨૧ નાની ધજાઓ મંદિરમાં અર્પણ કરી હતી. આ ટીમ સાથે બૉલીવુડના મિલિન્દ સોમણ પણ જોડાયા હતા.

વડનગરની શાળામાં પણ વડા પ્રધાનના જન્મદિનની ઉજવણી થઈ હતી અને જમણવાર યોજાયો હતો. અમદાવાદમાં હાટકેશ્વર વિસ્તારમાં ૭૨ ફુટની કેક બનાવાઈ હતી.

18 September, 2022 08:57 AM IST | Ahmedabad | Shailesh Nayak

અન્ય લેખો

ગુજરાત સમાચાર

આ બહેનને બિરદાવો : પચીસ કિલોમીટર ચાલીને છ ગામના છોકરાઓને પોલિયોની રસી પીવડાવી

કચ્છમાં હાજીપીર સબ-સેન્ટરનાં કમ્યુનિટી હેલ્થ ઑફિસર પિન્કી પટેલે ત્રણ દિવસ સુધી પોલિયો અભિયાન હાથ ધરીને ભારત-પાકિસ્તાન બૉર્ડર વિસ્તાર પરનાં છેવાડાનાં ગામોમાં પહોંચીને છ ગામનાં ૭૦ બાળકોનું કર્યું પોલિયો રસીકરણ

25 September, 2022 09:45 IST | Ahmedabad | Shailesh Nayak
ગુજરાત સમાચાર

ગુજરાત: આખરે ગૌશાળા, પાંજરાપોળના સંચાલકો, ગૌભક્તો અને સાધુ-સંતોમાં શા માટે રોષ?

પાંજરાપોળોમાંથી ગાયો સરકારી કચેરીઓમાં છોડી મૂકી, ડીસામાં પ્રધાન કીર્તિસિંહ વાઘેલાની કારનો ઘેરાવો કર્યો,  ડીસા બ્રિજ પર ટાયરો સળગાવતાં ટ્રાફિક જૅમ થયો, ગૌસેવકો અને સંચાલકોની અટકાયત કરાઈ

24 September, 2022 12:36 IST | Ahmedabad | Shailesh Nayak
ગુજરાત સમાચાર

ગુજરાત વિધાનસભામાં બીજા દિવસે પણ હંગામો

OBC અનામત, લમ્પી વાઇરસના મુદ્દે ગૃહ ગરમાયું: કૉન્ગ્રેસના વિધાનસભ્યોએ વૉકઆઉટ કર્યો: વિધાનસભા પરિસરમાં સૂત્રોચ્ચાર કર્યા: પ્લૅકાર્ડ દ્વારા દેખાવો કર્યા: ૨૭ ટકા અનામત આપવા માગણી કરી: મોંઘવારી સહિતના મુદ્દાઓને લઈને કૉન્ગ્રેસના વિધાનસભ્યોએ ઉઠાવ્યા સવાલો

23 September, 2022 08:48 IST | Ahmedabad | Shailesh Nayak

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK