Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદમાં કૉર્પોરેટર સાથે સ્થાનિકોએ કરી ધોલધપાટ

અમદાવાદમાં કૉર્પોરેટર સાથે સ્થાનિકોએ કરી ધોલધપાટ

21 January, 2023 10:33 AM IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમદાવાદમાં ટીપી રોડ અને દબાણના મુદ્દે સ્થાનિકોમાં રોષ હતો

હૉસ્પિટલમાં ઍડ‍્મિટ થયેલા કૉર્પોરેટર બળદેવ પટેલ.

હૉસ્પિટલમાં ઍડ‍્મિટ થયેલા કૉર્પોરેટર બળદેવ પટેલ.


અમદાવાદ : ગુજરાતના અમદાવાદમાં ગઈ કાલે ટીપી રોડ અને દબાણના મુદ્દે ગઈ કાલે મામલો બિચકતાં સ્થાનિક લોકોએ કૉર્પોરેટર સાથે ધોલધપાટ કરતાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટના બાદ કૉર્પોરેટર હૉસ્પિટલમાં ઍડ્મિટ થયા હતા અને બીજેપીના આગેવાનો દોડી આવ્યા હતા.

અમદાવાદમાં ટીપી રોડ અને દબાણના મુદ્દે સ્થાનિકોમાં રોષ હતો. આ મુદ્દે વિધાનસભ્ય બાબુ પટેલ સાથે ગઈ કાલે રહીશોની મીટિંગ પણ થઈ હતી. જોકે આ મીટિંગ બાદ નિકોલ વૉર્ડના કૉર્પોરેટર બળદેવ પટેલ તેમના ઘરે ગયા હતા ત્યારે ગાડીમાંથી ઊતર્યા એ સમયે કેટલાક સ્થાનિક રહીશોએ એકઠા થઈને તેમની સાથે બોલાચાલી કરી હતી અને ઉધડો લીધો હતો. મામલો એટલો ઉગ્ર બન્યો હતો કે ટોળામાંથી કેટલાકે કૉર્પોરેટર પર હાથ ઉગામ્યો હતો અને ધોલધપાટ કરી હતી. કૉર્પોરેટર સાથે ઝપાઝપી થતાં મામલો બિચક્યો હતો. આ ઘટનાથી ગભરાયેલા કૉર્પોરેટર હૉસ્પિટલ પહોંચી ગયા હતા અને ઍડ્મિટ થયા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ હૉસ્પિટલમાં પહોંચી હતી અને ફરિયાદ કરવા માટેની પ્રક્રિયા શરૂ કરી હતી. અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓએ પણ હૉસ્પિટલમાં આ કૉર્પોરેટરની મુલાકાત લીધી હતી.


Whatsapp-channel Whatsapp-channel

21 January, 2023 10:33 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK