Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > દાનનો મહિમા ધરાવતા ઉત્તરાયણના દિવસે થયું અમદાવાદની બ્રેઇન-ડેડ મહિલાના લિવરનું દાન

દાનનો મહિમા ધરાવતા ઉત્તરાયણના દિવસે થયું અમદાવાદની બ્રેઇન-ડેડ મહિલાના લિવરનું દાન

16 January, 2022 08:49 AM IST | Ahmedabad
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

ઉત્તરાયણના દિવસે અન્યના જીવનમાં ઉજાસ ફેલાવ્યાની હૃદયસ્પર્શી ઘટના બની અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં

બ્રેઇન-ડેડ મનીષા ગેડિયાને આખરી વંદન કરતા પરિવારજનો અને સિવિલ હૉસ્પિટલનો સ્ટાફ

બ્રેઇન-ડેડ મનીષા ગેડિયાને આખરી વંદન કરતા પરિવારજનો અને સિવિલ હૉસ્પિટલનો સ્ટાફ


દાન-પુણ્યનો મહિમા ધરાવતા ઉત્તરાયણના દિવસે અમદાવાદની ૩૫ વર્ષની બ્રેઇન-ડેડ મનીષા ગેડિયાના લિવરનું પરિવારજનોએ અંગદાન કરીને અન્યના જીવનમાં ઉજાસ ફેલાવ્યો હોવાની હૃદયસ્પર્શી ઘટના બનવા પામી હતી.
અમદાવાદના જૂના વાડજ વિસ્તારમાં રહેતી મનીષા ગેડિયાને માથામાં અસહ્ય દુખાવો થતાં તેને ૧૧ જાન્યુઆરીએ અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં સારવાર માટે ઍડ્મિટ કરવામાં આવી હતી.



બ્રેઇન-ડેડ મનીષા ગેડિયાની ફાઇલ તસવીર


અહીં તેને ડૉક્ટરોએ બ્રેઇન-ડેડ જાહેર કરી હતી. હૉસ્પિટલમાં તેમના પરિવારને અંગદાન માટે સમજણ આપવામાં આવી હતી. તેના પરિવારજનોને અંગદાનનું મહત્ત્વ સમજાતાં તેઓએ અંગદાન કરવાનો આવકારદાયક નિર્ણય કર્યો હતો.
સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આપણાં શાસ્ત્રોમાં કહ્યું છે કે ઉત્તરાયણના દિવસે કરેલું દાન લેખે લાગે છે અને મોક્ષ મળે છે. બ્રેઇન-ડેડ મહિલાના પરિવારજનોને અંગદાન માટે સમજાવવામાં આવતાં તેઓ એના માટે તૈયાર થયા હતા, જેથી ૧૪ જાન્યુઆરી ને ઉત્તરાયણના દિવસે મનીષાબહેનના લિવરનું દાન થયું છે. તેના લિવરને અમદાવાદની કિડની હૉસ્પિટલમાં દાન કરવામાં આવ્યું છે. 
વધુમાં વધુ લોકોમાં અંગદાન બાબતે જાગૃતિ આવે અને અંગદાન દ્વારા જરૂરિયાતવાળા દરદીઓમાં ડોનેટ થયેલાં અંગોનું પ્રત્યારોપણ થાય અને એ દ્વારા તેમની કાર્યક્ષમતામાં વધારો થાય એ માટે સિવિલ હૉસ્પિટલની ટીમ પ્રયત્નશીલ છે.
 સિવિલ હૉસ્પિટલમાં ટૂંકા ગાળામાં આ ૩૨મું અંગદાન હતું, જેમાં ૯૯ ઑર્ગન ડોનેટ થયા છે અને એના દ્વારા જરૂરિયાતવાળા ૮૪ દરદીઓના જીવનમાં બદલાવ આવ્યો છે.’


Whatsapp-channel Whatsapp-channel

16 January, 2022 08:49 AM IST | Ahmedabad | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK