° °

આજનું ઇ-પેપર
Sunday, 16 January, 2022


કેશુભાઈ પોતાની પાર્ટીનું ચિહ્ન રાખવા માગે છે બૅટ

18 October, 2012 05:15 AM IST |

કેશુભાઈ પોતાની પાર્ટીનું ચિહ્ન રાખવા માગે છે બૅટ

કેશુભાઈ પોતાની પાર્ટીનું ચિહ્ન રાખવા માગે છે બૅટગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સામે જંગે ચડેલા ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલ તેમની ગુજરાત પરિવર્તન પાર્ટી (જીપીપી)નું ઇલેક્શન કમિશનમાં રજિસ્ટર કરાવવાનું કામ લગભગ પૂરું થઈ ગયું છે. પાર્ટી રજિસ્ટર થયા પછી કેશુભાઈએ જીપીપી માટે ચૂંટણીચિહ્ન પસંદ કરવાનું આવશે. જીપીપીમાંથી જાણવા મળ્યાં પ્રમાણે કેશુભાઈ પટેલે પોતાની પાર્ટીના સિમ્બૉલ માટે ક્રિકેટના બૅટ પર પસંદગી ઉતારી છે. રાજકારણીઓને ફટકા મારવા માટે ક્રિકેટનું બૅટ પર્ફેક્ટ છે એવા હેતુથી પાર્ટી આ સિમ્બૉલ સાથે ઇલેક્શનમાં ઊતરવા માગે છે. જો ક્રિકેટનું બૅટ સિમ્બૉલ તરીકે ન મળે તો બીજા ઑપ્શનમાં પાર્ટીએ રિક્ષા પસંદ કરી છે. સામાન્ય માણસને લાવવા-લઈ જવાનું કામ કરતી રિક્ષા દ્વારા પાર્ટી એવો સંદેશ આપવા માગે છે કે જો સામાન્ય માનવી ધારે તો તે પ્લેનમાં ઊડતા માણસને રિક્ષા જેવા સામાન્ય વાહનથી ઘરે બેસાડી શકે છે.

અત્યારે જીપીપીના રજિસ્ટ્રેશનનું કામ ચાલી રહ્યું છે. ધારો કે એ રજિસ્ટ્રેશનમાં કોઈ પ્રૉબ્લેમ થયો અને જીપીપીનું આ ઇલેક્શનમાં રજિસ્ટ્રેશન ન થાય તો અગાઉથી ઑલરેડી રજિસ્ટર પણ જીપીપીમાં મર્જ કરી દેવામાં આવેલી મહાગુજરાત જનતા પાર્ટીના નામે ઉમેદવારી નોંધાવી શકાય એ હેતુથી કેશુભાઈ પટેલે મહાગુજરાત જનતા પાર્ટીનું પતંગનું સિમ્બૉલ જતું કર્યું છે અને જીપીપી માટે નવું સિમ્બૉલ પસંદ કરવાનું નક્કી કર્યું છે.

18 October, 2012 05:15 AM IST |

અન્ય લેખો

ગુજરાત સમાચાર

અંબા હવે ઇટલીની

બે વર્ષ પહેલાં ઘાયલ અને રઝળતી હાલતમાં મળી આવેલી અંબા નામની દીકરીને ઇટલીના કપલે દતક લીધા પછી વિજય રૂપાણીની આંખો ભીની થઈ ગઈ

16 January, 2022 10:06 IST | Rajkot | Rashmin Shah
ગુજરાત સમાચાર

૧૦૮ ઍમ્બ્યુલન્સની ટીમે બેભાન યુવાનનો કીમતી સામાન તેના પરિવારને આપીને પ્રામાણિકતા

અકસ્માતગ્રસ્ત બેભાન યુવાનને પ્રાથમિક સારવાર આપીને પાલિતાણા હૉસ્પિટલ લઈ જઈને તેની કારમાંથી મળેલા પાંચ લાખ રૂપિયા, લૅપટૉપ અને બે મોબાઇલ તેના પરિવારજનોને સોંપીને પ્રામાણિકતા સાથે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું

16 January, 2022 08:56 IST | Ahmedabad | Shailesh Nayak
ગુજરાત સમાચાર

દાનનો મહિમા ધરાવતા ઉત્તરાયણના દિવસે થયું અમદાવાદની બ્રેઇનડેડ મહિલાના લિવરનું દાન

ઉત્તરાયણના દિવસે અન્યના જીવનમાં ઉજાસ ફેલાવ્યાની હૃદયસ્પર્શી ઘટના બની અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં

16 January, 2022 08:49 IST | Ahmedabad | Shailesh Nayak

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK