Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > સુરતમાં રસ્તા જળાશયમાં ફેરવાયા, ૫૦થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું

સુરતમાં રસ્તા જળાશયમાં ફેરવાયા, ૫૦થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું

18 August, 2022 08:47 AM IST | Ahmedabad
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

સુરતના સીમાડે આવેલાં સણિયા હેમાદ અને કુંભારિયા ગામમાં રેસ્ક્યુ ઑપરેશન કરાયું

સુરતનાં કુંભારિયા અને સણિયા હેમાદ ગામેથી લોકોને રેસ્ક્યુ કરાયા હતા

Gujarat Monsoon

સુરતનાં કુંભારિયા અને સણિયા હેમાદ ગામેથી લોકોને રેસ્ક્યુ કરાયા હતા


દક્ષિણ ગુજરાતમાં સુરતના સીમાડે આવેલાં સણિયા હેમાદ અને કુંભારિયા ગામમાં મીઠી ખાડીનાં પાણી ભરાઈ જતાં ગઈ કાલે સુરત ફાયર બ્રિગેડ દ્વારા ૫૦થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું હતું. એટલું જ નહીં, સુરતના પરબતપાટિયા, લિંબાયતથી ગોડાદરા સુધીનો વિસ્તાર મીઠી ખાડીનાં પાણીથી પ્રભાવિત થયો હતો અને ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

સુરતમાં ગઈ કાલે સાંજે ચાર વાગ્યા સુધીમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હોવા છતાં સુરતના કેટલાક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ સ્થિતિ મીઠી ખાડીનાં પાણીથી સર્જાઈ હતી. ખાડીનાં પાણીથી પરબતપાટિયા, લિંબાયતથી લઈને ગોડાદરા સુધીના વિસ્તારોમાં ખાડીનાં પાણીના કારણે સમસ્યા સર્જાઈ હતી. ગીતાનગર, માધવબાગ સહિતની અનેક સોસાયટીઓ અને ફ્લૅટોમાં એક ફુટથી બે-ત્રણ ફુટ જેટલાં પાણી ભરાઈ ગયાં હતાં.



સુરતનાં કુંભારિયા અને સણિયા હેમાદ ગામેથી લોકોને રેસ્ક્યુ કરાયા હતા.


સુરતના આ વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં કેટલાક સેવાભાવીએ ટ્રૅક્ટર દ્વારા ફેરા કરીને સ્થાનિક રહીશોને બહાર કાઢ્યા હતા અને જીવનજરૂરિયાતની વસ્તુઓ લેવા માટે ફેરા કરીને મદદરૂપ થયા હતા.

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે મીઠી ખાડીમાં પાણી આવતાં મંગળવારે રાતે સુરતના સણિયા હેમાદ તેમ જ કુંભારિયા ગામે પાણી ભરાવાની શરૂઆત થઈ હતી. એમાં સણિયા હેમાદ ખાતે એક લક્ઝરી બસ ફસાઈ ગઈ હતી. જોકે એનો મેસેજ સુરત ફાયર બ્રિગેડને મળતાં ફાયર જવાનો મદદ માટે દોડી ગયા હતા. સુરતના ચીફ ફાયર ઑફિસર બી. કે. પારેખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સણિયા હેમાદમાં મંગળવારે રાતે ખાડીનું પાણી આવતાં એક લક્ઝરી બસ ફસાઈ હતી, જેમાં ૨૦ મુસાફરો હતા. આ તમામ મુસાફરોને સલામત રીતે બહાર કઢાયા હતા. બીજી તરફ સણિયા હેમાદ ગામમાંથી તેમ જ કુંભારિયા ગામમાં ખાડીનાં પાણી ભરાયાં હોવાથી ૫૦થી ૬૦ લોકોને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડ્યા હતા.’


મધદરિયે રેસ્ક્યુ ઑપરેશન : વલસાડના દરિયામાં ૧૩ માછીમારો ગઈ કાલે ફસાયા હતા. તેમને બચાવવા માટે કોસ્ટગાર્ડે હેલિકૉપ્ટર્સની મદદથી દિલધડક રેસ્ક્યુ ઑપરેશન પાર પાડ્યું હતું. આ માછીમારોની બોટ યાંત્રિક ખામીના કારણે બંધ પડી ગઈ હતી.

આજે પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં આજે પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દ્વારકા, જામનગર, પોરબંદર, કચ્છ, જૂનાગઢ, બનાસકાંઠા, પાટણ, સુરત, તાપી, ભરૂચ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. એ પછીના દિવસથી વરસાદનું વાતાવરણ હળવું બનશે.

Whatsapp-channel Whatsapp-channel

18 August, 2022 08:47 AM IST | Ahmedabad | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK